 
				
				દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ નગરમાં સરદાર પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાનું અનાવરણ રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા ના હસ્તે કરવામાં આવ્યું.
દાહોદ તા. ૩૧
ઝાલોદ નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની આઠ ફૂટની નવીન પ્રતિમાનું અનાવરણ આજરોજ તારીખ 31-10-2025 ગુરુવારના રોજ રાજ્યકક્ષાના મંત્રી ( કૃષિ અને ખેડૂત કલ્યાણ સરકાર, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગ ) ના હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રોગ્રામના મુખ્ય મહેમાન દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર અને વિશેષ ઉપસ્થિતિ ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયાની રહેલ હતી. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષના કુશળ આયોજન હેઠળ થયેલ હતું. આજના આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ઝાલોદ નગરપાલિકા દ્વારા સરદાર પટેલ ચોક ખાતે ફટાકડાની ભવ્ય આતશબાજી કરેલ હતી તેમજ સરદાર પટેલની પ્રતિમા સ્થળને ફૂલ માળા થી સુશોભિત કરેલ હતું. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિના ગીતો પણ વગાડવામાં આવ્યા હતા. સરદાર પટેલ ભારત દેશના આદર્શ પુરુષ તરીકે ઓળખાય છે તેથી આ પ્રસંગને સુશોભિત કરવા માટે પટેલ સમાજના લોકો તેમજ નગરજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિના દિવસે જ પ્રતિમાનું અનાવરણ કરી નગરને સુંદર ભેંટ નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાને નગરપાલિકા પરિવાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આજના પ્રોગ્રામને સુશોભિત કરવા માટે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશ ભૂરીયા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, દાહોદ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ તેમજ નગરપાલિકા પ્રભારી પંકજ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા, ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર, કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ, ઝાલોદ ભાજપ પ્રમુખ, નગરપાલિકા કાઉન્સિલરો, તાલુકા પંચાયત પ્રમુખ, ભાજપના કાર્યકર્તાઓ તેમજ નગરજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા.
 
										 
                         
                         
                         
                        