 
				
				દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ ડિવિઝન નું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું, જિલ્લા અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા એ પોલીસની કામગીરીની સમીક્ષા કરી.
દાહોદ તા. ૩૧
દાહોદ જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય જેમા પોલીસ સ્ટેશનની દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે આજે ઝાલોદ ડિવિઝન નું જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા ઝાલોદ ડિવિઝન નું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઝાલોદ ડિવિઝન નાં પોલીસ સ્ટેશનોની વિવિધ પોલીસની કામગીરીની સમીક્ષાઓ કરવામાં આવી હતી અને ઝાલોદ ડિવિઝન નાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી આર પટેલ તેમજ ડિવિઝન નાં પોલીસ અધિકારીશ્રીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો ઝાલોદ નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીને શણગાર વામાં આવ્યું હતું અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સમક્ષ વિવિધ કામગીરી રજૂ કરવામાં આવી હતી દરેક બાબતની સમીક્ષા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા કરવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇ દરેક માહિતીઓ મેળવી હતી.
આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ઝાલોદ ડિવિઝન નાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી આર પટેલ, ડિવિઝન નાં પોલીસ અધિકારીશ્રીઓ સહીત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અંતમાં પોલીસની તમામ કામગીરી અંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા ચકાસણી સમીક્ષા બાદ આવકારી પ્રશંશા કરાય હતી.
વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન હવે પોલીસ મથકોનો શણગાર કરાય છે
વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દરેક પોલીસ સ્ટેશન આવતા હોય છે અને દરેક કામગીરીની સમીક્ષા કરતા હોવાને કારણે પોલીસ ઉત્સાહ સાથે પોલીસ સ્ટેશનનો શણગાર કરવામાં આવતો હોય છે જેથી એક પ્રસંગ જેવો માહોલ પોલીસ સ્ટેશનમાં એક દિવસ જોવા મળતો હોય છે.
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજાએ ઝાલોદ નગરનાં અગ્રણીઓ સાથે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી જેમકે ટ્રાફિક, હેલમેટ, નશા મુક્તિ તેમજ નગર માટે જરૂરી સુઝાવોની આપ લે કરી હતી. ઝાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી આર પટેલ દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિની છબી આપી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા નું સન્માન કરવામાં આવ્યું હતું.
 
										 
                         
                         
                         
                        