Tuesday, 25/11/2025
Dark Mode

ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાની સસ્તા અનાજના સંચાલકો દ્વારા પડતર માંગણીઓ ને લઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું  પડતર માંગણીઓ પૂરી નહીં થાય તો પહેલી નવેમ્બર થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી 

October 29, 2025
        940
ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાની સસ્તા અનાજના સંચાલકો દ્વારા પડતર માંગણીઓ ને લઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું   પડતર માંગણીઓ પૂરી નહીં થાય તો પહેલી નવેમ્બર થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી 

દક્ષેશ ચૌહાણ :-  ઝાલોદ

ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાની સસ્તા અનાજના સંચાલકો દ્વારા પડતર માંગણીઓ ને લઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું 

પડતર માંગણીઓ પૂરી નહીં થાય તો પહેલી નવેમ્બર થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી 

દાહોદ તા. ૨૯ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાની સસ્તા અનાજના સંચાલકો દ્વારા પડતર માંગણીઓ ને લઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું  પડતર માંગણીઓ પૂરી નહીં થાય તો પહેલી નવેમ્બર થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી 

     ઝાલોદ તેમજ ગોવિંદ ગુરુ લીમડી તાલુકામા અંદાજીત 108 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલ છે. આ સસ્તા દુકાનના સંચાલકો દ્વારા ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશનના બેનર હેઠળ આવેદનપત્ર આપતા ચીમકી ઉચ્ચારેલ હતી જે જો 31 ઓક્ટોબર સુધી પડતર માંગણીઓનો નિકાલ કરવામાં નહીં આવે તો પહેલી નવેમ્બર થી તમામ સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર ઉતરશે. 

     ઝાલોદ તાલુકાના ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓને લેખિત આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે વર્ષો જુની અને પડતર માંગણીઓ માટે વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆતમાં કમીશન દરમાં વધારો, ઈ-પ્રોફાઈલમા તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ અને સમિતિ 80 ટકા બાયોમેટ્રીક વેરીફિકેશનનો પરિપત્ર રદ કરવા અને સમયસર કમિશનની ચૂકવણી તેમજ ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે. 

   આ પડતર માંગણીઓનો જો સંતોષકારક નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટેની ચીમકી ઉચ્ચારવામાં આવેલ હતી તેમજ નવેમ્બર 25 માસમાં જથ્થાના ચલણ નહીં ભરવા તેમજ 1 નવેમ્બર થી વિતરણ પ્રક્રિયા થી સંપૂર્ણ અળગા રહેવાનો નિર્ણય ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશન દ્વારા લેવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!