*કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં ગુર્જર ભારતી શૈક્ષણિક સંકુલ નગરાળા ખાતે ગરબા મહોત્સવ 2025 યોજાયો*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં ગુર્જર ભારતી શૈક્ષણિક સંકુલ નગરાળા ખાતે ગરબા મહોત્સવ 2025 યોજાયો*

દાહોદ તા. ૨૮

ગુર્જર ભારતી શૈક્ષણિક સંકુલ નગરાળા ખાતે ગુર્જર ભારતી દાહોદ અને અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદ સંચાલિત પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજ કક્ષાના ગરબા મહોત્સવ 2025 યોજવામાં આવ્યો હતો.

સંસ્થા સંચાલિત શાળા અને કોલેજની વિવિધ ગરબાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. દરેક ગરબાની કૃતિને શિલ્ડ, પ્રમાણપત્ર અને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.  

આ પ્રસંગે ગોપાલભાઈ ધાનકા, અતિથિ વિશેષ પ.પૂજય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ, મંડળના સભ્ય, સરપંચશ્રી અને આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

Share This Article