
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકા માંથી વિભાજન થઈ સૂચિત સુખસર તાલુકામાં બારીયાની હથોડનો સમાવેશ કરાતા આવેદનપત્ર અપાયું*
*બારીયાની હથોડ ગામને ફતેપુરા તાલુકામાંજ રાખવા માટે ગ્રામજનોએ માંગ કરી*
સુખસર,તા.25
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું વિભાજન કરી નવીન સૂચિત સુખસર તાલુકાની રચના કરાતાં તાલુકાના બારીયાની હથોડ ગામને સુખસર તાલુકાના સમાવેશ કરવા સૂચવાતા ગામના સ્થાનિક નાગરિકોએ આજરોજ ફતેપુરા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી બારીયાની હથોડ ગામને ફતેપુરા તાલુકામાંજ રાખવા માટે આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું વિભાજન કરી નવીન સૂચિત સુખસરને તાલુકા કક્ષાનો દરજ્જો આપવા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં સુખસર તાલુકામાં 41 જેટલા ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેમાં તાલુકાના બારીયાની હાથોડ નો સુખસર તાલુકામાં સમાવેશ કરાતા સ્થાનિક ગ્રામજનોએ બારીયાની હથોડ ગામને ફતેપુરા તાલુકામાં જ રાખવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.અને જણાવ્યું છે કે,ફતેપુરા તાલુકાના વિભાજન કરી નવીન સુખસર તાલુકાની રચના અંગે જાહેરાત થયેલ છે જે અન્વયે અમો બારીયાની હથોડના સ્થાનિક ગ્રામજનો ને ફતેપુરા તાલુકામાં જ રાખવા માટે માંગણી કરી છે.અને જણાવ્યું છે કે, બારીયાની હથોડ ગામના તમામ ધંધા રોજગારથી અમો વર્ષોથી મૂળ ફતેપુરા તાલુકાના ફતેપુરાથી જોડાયેલા છીએ તેમજ બારીયાની હથોડથી સુખસરથી ફતેપુરાનું અંતર પણ ઓછું છે.તેમજ વાહન વ્યવહાર ની વ્યવસ્થાની દ્રષ્ટિએ બારીયાની હથોડ ગામના ગ્રામજનોને ફતેપુરા અવર-જવર કરવા માટે અનુકૂળતા છે.જ્યારે તાલુકાના કામકાજ અર્થે સુખસર જવા માટે બે જગ્યાએથી વાહનો બદલવાની જરૂરિયાત ઊભી થાય છે.જેથી અવર-જવર કરવામાં વિકટ પરિસ્થિતિ ઊભી થશે.અને વધુમાં જણાવ્યું છે કે, સુખસર અને ફતેપુરા વચ્ચે નદી આવતી હોવાથી ફતેપુરા કરતા સુખસર જવા માટે સમસ્યા ઊભી થાય તેવા સંજોગો નિર્માણ થશે જેથી બારીયાની હથોડ ગામના ગ્રામજનોની ઉગ્ર માગણી અને લાગણી ને ધ્યાને રાખી બારીયાના હથોડ ગામને ફતેપુરા તાલુકામાંજ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે.તેમજ બારીયાની હાથોડ ગામના ગ્રામજનોને ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવા, આંદોલન કરવા અને ભવિષ્યમાં આવનાર ચૂંટણીઓનો બહિષ્કાર કરવા ચિમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.