*ફતેપુરા તાલુકામાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સુખસરમાં કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ* *ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા*.

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*ફતેપુરા તાલુકામાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સુખસરમાં કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ*

*ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા*.

સુખસર,તા.22

   વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત દેશમાં સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જેમાં ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સોમવારના રોજ કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે કરવામાં આવ્યું હતું.

          ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં પણ સેવા પખવાડિયા અંતર્ગત રીત કાર્યક્રમો હાથ ધરાયા છે.જેમાં સોમવારના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સીએમટીસી સેન્ટર માં 63 જેટલા કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલ પોષણ કીટનું ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આરોગ્ય અધિક્ષક ડો.ભરત પટેલ, આયુર્વેદ ડો. અલ્કેશ બારીયા,ડો.જગદીશ પટેલ,સી.ડી.પી.ઓ દિવ્યા પંજાબી સહિત આંગણવાડી સ્ટાફ અને કુપોષિત બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન R.B.S.K ડો.કોમલ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.ફતેપુરા તાલુકાના 160 જેટલા કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Share This Article