
બાબુ સોલંકી:- સુખસર
*સુખસર ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ભાજપના મોટાભાગના પદાધિકારીઓ ભાગ ન લેવાતાં આશ્ચર્ય*
*ફતેપુરા અને સંજેલી તાલુકાના જિલ્લા/તાલુકા પંચાયત સભ્યો અને પદાધિકારીઓ પણ ગેરહાજર રહ્યા!*
સુખસર,તા.21
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ની ઉજવણી અંતર્ગત દેશમાં સેવા પખવાડિયાની ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના અનુસંધાને 21 સપ્ટેમ્બર રવિવારના રોજ સુખસર ખાતે ઝાયડસ હોસ્પિટલ દાહોદના સહયોગ થી રક્તદાન કેમ્પ યોજાયો હતો.જે અંતર્ગત રવિવારના રોજ સુખસર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ફક્ત 44 બોટલ રક્તદાન થયું હતું.
ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ફતેપુરા અને સંજેલી તાલુકા નું રક્તદાન કેમ્પ સુક્ષર આઈટીઆઈ ખાતે યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને ઓપરેશન સિંદૂરની સફળતા અંતર્ગત રક્તદાન કર્યું હતું.જ્યારે ભાજપના ફતેપુરા અને સંજેલી તાલુકાના તમામ જિલ્લા પંચાયત સભ્યો,તમામ તાલુકા પંચાયત સભ્યો મોટાભાગના પ્રદેશ જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ શક્તિ કેન્દ્રના પ્રભારી બુથ પ્રમુખો ગેરહાજર રહેતા આશ્ચર્ય સર્જાયું હતું.માત્ર ગણ્યા-ગાંઠ્યા ભાજપના કાર્યકર્તાઓ,ભાજપના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.ભાજપના પ્રદેશ કક્ષાએથી કાર્યક્રમો કરવા માટે વારંવાર ટકોર કરવામાં આવે છે.છતાં પણ પદાધિકારીઓને માત્ર પદ લેવા માટે જ રસ હોય તેવું યોજાયેલા રક્તદાન કેમ્પમાં જણાઈ રહ્યું હતું.
યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા,ફતેપુરા તાલુકા મંડળ પ્રમુખ ચિરાગ બારીયા, સંજેલી તાલુકા મંડળ પ્રમુખ સુરેશ ચારેલ,સંજેલી એપીએમસી ના ચેરમેન જશુભાઈ બામણીયા,સંજેલી મહામંત્રી અમરસિંહ બામણીયા, ફતેપુરા મહામંત્રી કમલેશભાઈ પારગી, રાષ્ટ્રીય મોદી સેવા સમિતિ દાહોદના પ્રમુખ રમેશભાઈ વણઝારા સહિત ઝાયડસ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો.
નોંધનીય છે કે,ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ અને તેમાં પણ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મતો મેળવી અથવા તો પ્રજાના સેવકો બનવાની તલાવેલી ધરાવતા કેટલાક કહેવાતા આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત ઉજવણી થઈ રહેલા સેવા પખવાડિયાની ઉજવણીના કાર્યક્રમ મેડિકલ કેમ્પમાં કેટલાક આગેવાનોએ હાજરી નહીં આપી પક્ષને કેટલા વફાદાર છે તેની મુક સાક્ષી આપી હોવાની પ્રતીતિ સૌ કોઈને થાય તેમાં બે મત નથી.તેમજ આવનાર સમયમાં ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ તરફે ચૂંટણી લડવા માંગતા કેટલાક આગેવાનો અણધાર્યું પરિવર્તન લાવશે તેવા પણ અણસાર જણાઈ રહ્યા છે.