રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા ફતેપુરા તાલુકાના સાગડાપાડા, આફવા રોડની જંગલ કટિંગની કામગીરી હાથ ધરાઈ*
દાહોદ તા. ૧૯ 

દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા ફતેપુરા તાલુકાના સાગડાપાડા, આફવા રોડની જંગલ કટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આયોજનબદ્ધ રીતે જિલ્લાભરના રસ્તાઓ પર પેચવર્ક, જંગલ કટિંગ, ગેરુ ચૂનો તથા રીપેરીંગ કામગીરી ચાલુ રહેશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓને પ્રાથમિકતા આપવામાં આવશે જેથી નાગરિકોને પરિવહનમાં કોઈ મુશ્કેલી ન પડે.
૦૦૦