
રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદમાં પ્રાંત કચેરી, દાહોદ ખાતે “સહી પોષણ દેશ રોશન”ના સંદેશાને ચરિતાર્થ કરવા “પોષણ ઉત્સવ-૨૦૨૫” અંતર્ગત શપથ લેવાયા*
દાહોદ તા. ૧૯
દાહોદ જિલ્લામાં દાહોદ પ્રાંત કચેરી ખાતે “સહી પોષણ દેશ રોશન”ના સંદેશાને ચરિતાર્થ કરવા પોષણ માસ અંતર્ગત પોષણ શપથ લેવામાં આવ્યા હતા. જેમાં દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ મામલતદારશ્રી, દાહોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી, cdpo શ્રી તેમજ તમામ તાલુકા પદાધિકારીશ્રી, તમામ શાખા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦