
સંજેલીમાં એમજીવીસીએલ દ્વારા દરોડા પાડતા 21 લાખની શંકાસ્પદ ચોરી ઝડપાઈ..
110 કનેક્શનઓનું સર્વે 6 જેટલા મિટરો જપ્ત કર્યા 5 જેટલા ડાયરેક્ટ વીજ ચોરી વાપરતા પકડાયા..
Mgvcl ની વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પડાતા વીજ ચોરોમાં ભારે ફફડાટ..
દાહોદ તા. 18
સંજેલી નગરમાં એમજીવીસીએલ દ્વારા સાચી અને સચોટ તપાસ વચ્ચે વીજ ચોરી કરનાર સામે લાલ આંખ કરતા વીજ ચોરી કરનારાઓમાં ખડભડાટ મચી જવા પામી છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ હાલ દાહોદ જિલ્લામાં વીજચોરી વિરુદ્ધ મહા અભિયાન હાથ ધર્યું છે.સંજેલી નગરમાં 2300 જેટલા વીજ કનેક્શન આવેલા છે જેને લઇ એમજીવીસીએલની વિજિલન્સ વિભાગની ટીમો દ્વારા સંજેલી નગરમાં અલગ અલગ જગ્યાએ ફરી 2300 વીજ કનેક્શનો માંથી 110 જેટલાં વીજ ચેકિંગના આ મેગા ઓપરેશનમાં 21 લાખ જેટલી શંકાસ્પદ વિજચોરી ઝડપી પાડતા વીજ ચોરોમાં ભારે ફફડાટનો માહોલ જોવા મળિયો હતો.. સંજેલી નગરમાં વિજિલન્સ ટિમ દ્વારા અલગ અલગ ઝીણવટ રીતે તપાસ કરતા શંકાસ્પદ 6 જેટલા મીટરો જપ્ત કર્યા અને 5 જેટલા ડાયરેક્ટ વીજ ચોરી કરનારા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વીજ મીટર સાથે ચેડાં કરી મોટા પાયે વીજ ચોરી થતી હોવાની એમજીવીસીએલ ટિમ ને છેલ્લા કેટલાય સમયથી અવાર નવાર મળેલ ફરિયાદોને ધ્યાને લઈ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચેકિંગ માટેનું મેગાઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સંજેલી નગરમાં ભારે ફફડાટ ફેલાયો હતો..
સંજેલી નગરમાં અલગ અલગ વિસ્તારમાં 110 જેટલા કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાં 6 જેટલા શંકાસ્પદ મીટર તેમજ 5 જેટલા ડાયરેક્ટ વીજ ચોરી કરતા ઝડપાયા કુલ 21 લાખ જેટલી વીજ ચોરી ઝડપી લેવામાં આવેલ છે આગામી સમયમાં અમે તમામ કનેક્શન ટીમો બોલાવી તપાસ કરીશું દંડ અને પોલીસ ફરિયાદ કરી નિયમ મુજબ કાર્યવાહી કરીશું..
એમ.ડી. વસૈયા ડે. એન્જિનિયર એમજીવીસીએલ ઝાલોદ..