Tuesday, 25/11/2025
Dark Mode

સંજેલી તાલુકાના પાંડી ફળિયા સ્કૂલમાં ૭૫મા જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ. સંજેલીના હિરોલામાં 3 કિલોની કેક કાપી, બાળકોને ભોજન અને શિક્ષણ સામગ્રીનું વિતરણ..

September 17, 2025
        917
સંજેલી તાલુકાના પાંડી ફળિયા સ્કૂલમાં ૭૫મા જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ.  સંજેલીના હિરોલામાં 3 કિલોની કેક કાપી, બાળકોને ભોજન અને શિક્ષણ સામગ્રીનું વિતરણ..

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી તાલુકાના પાંડી ફળિયા સ્કૂલમાં ૭૫મા જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ.

સંજેલીના હિરોલામાં 3 કિલોની કેક કાપી, બાળકોને ભોજન અને શિક્ષણ સામગ્રીનું વિતરણ..

સંજેલી તા. ૧૭સંજેલી તાલુકાના પાંડી ફળિયા સ્કૂલમાં ૭૫મા જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ. સંજેલીના હિરોલામાં 3 કિલોની કેક કાપી, બાળકોને ભોજન અને શિક્ષણ સામગ્રીનું વિતરણ..

હિરોલા પ્રાથમિક શાળાના ચારેલ

ભરતભાઈ આચાર્ય અને અલ્કેશ કટારાએ શાળા માં 3 કિલોની કેક કાપી બાળકોને દાળ-ભાત અને બુંદીનું ભોજન આપી બર્થ ડે ઉજવીણી કરી..

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિન નિમિત્તે દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પણ એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સંજેલી તાલુકાના હિરોલા ગ્રામ પંચાયતના પાંડી ફળિયામાં સંજેલી ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ દ્વારા બાળકો સાથે મળીને વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.​આ ઉજવણીની સૌથી મોટી વિશેષતા એ હતી કે, આ પ્રસંગે ખાસ ૩ કિલોની કેક બનાવવામાં આવી હતી. આ કેક પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીએસટી (GST) લાગુ કરવાના નિર્ણયને દર્શાવતો ફોટો મુકવામાં આવ્યો હતો. આ કેક પર ‘GST’ લખેલું હતું, જે વડાપ્રધાનના આર્થિક સુધારાના પ્રયાસોને પ્રતીકાત્મક રીતે રજૂ કરતું હતું.સંજેલી તાલુકાના પાંડી ફળિયા સ્કૂલમાં ૭૫મા જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ. સંજેલીના હિરોલામાં 3 કિલોની કેક કાપી, બાળકોને ભોજન અને શિક્ષણ સામગ્રીનું વિતરણ..

​આ કાર્યક્રમમાં ગામના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. અલ્કેશ કટારાએ બાળકો સાથે કેક કાપીને વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમણે બાળકોને વડાપ્રધાનના જીવન અને તેમના રાષ્ટ્ર નિર્માણના કાર્યો વિશે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન, બાળકોને દાળ-ભાત અને બુંદીનું ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.

​વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીને વધુ સાર્થક બનાવવાના હેતુથી, બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમને પેન્સિલ અને રબર જેવી શૈક્ષણિક સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!