રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે એપીએમસી દાહોદની લીધી મુલાકાત*
*કલેક્ટરશ્રીએ જિલ્લાના ખેડૂતોને ખરીદી અને વેચાણમાં કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તે રીતે કામગીરી કરવા કર્યા સૂચન*
દાહોદ તા. ૧૨
દાહોદ જિલ્લા કલેકટરશ્રીએ દાહોદ એપીએમસી ખાતે ઓચિંતી મુલાકાત લઈ ખાતર અને નેનો યુરિયા સહિતના જથ્થાનું રૂબરૂ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. કલેક્ટરશ્રીએ એપીએમસીના સંચાલક પાસે અનાજના જથ્થા અને વેચાણ, ખરીદી તેમજ વાર્ષિક ટર્ન ઓવર વિશે માહિતી મેળવી હતી.

એ સાથે ખાતરની ખરીદી કરવા આવેલ ખેડૂત મિત્રોને ખરીદી, ભાવ , સબસિડી વિશે વિગતે જાણકારી આપી હતી. ખોળ ખાતરનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ કરવાથી વધુ અસરકારક રહે છે, તે અંગે પણ માહિતી આપી હતી. કલેકટરશ્રીએ એપીએમસીના સંચાલકને સમયસર નિયમસર ભાવમાં ખેડૂતોને ખાતર મળી રહે તે માટે જરૂરી સૂચન કર્યા હતા.
આ દરમિયાન નાયબ ખેતીવાડી નિયામકશ્રી, આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ, એપીએમસીના સંચાલકશ્રી તેમજ લાભાર્થી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
000