રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના ભીલવામાં એક જ રાતમાં 5 ઘરોમાં તસ્કરોનો ચોરીનો પ્રયાસ, પોલીસે ડોગ. સ્કવોડ ની લીધી મદદ..
મકાનમાં ચોરીનો પ્રયાસ પણ ગામ લોકોએ પોલીસને જાણ નથી કરી : ડીવાયએસપી જગદીશ ભંડારી..
ગરબાડા તા. ૧૨
ગરબાડા પંથકમાં વરસાદે વિરામ લેતા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે મકાઈનો લાભ લઇ ચોરીની ઘટનાઓ સામે આવી રહીં છે.ગતરાત્રે ભીલવા ગામે એક બે નહીં પરંતુ 5 જેટલા મકાનો પર તસ્કરો ત્રાટકયા હતા જેના કારણે પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો.જોકે ઘટનામાં પોલીસ દ્વારા કંઈક અલગ જ કહાની સામે આવતા આશ્ચર્ય ફેલાયું છે.જોકે પોલીસે ડોગ સ્કવોડ ની મદદ લઇ તપાસ હાથ ધરી છે.
ગરબાડાના ભીલવા ગામના હોળી ફળિયામાં એક ઘરને નિશાન બનાવી તિજોરી તોડી સોનાની ઝુમકી,છડા,15000 રોકડા ની ચોરી થયાનું ઘરના રહીશો દ્વારા જાણવા મળ્યું હતું.બીજી ઘટના જે ફળિયાના શકરાભાઈ રામચંદભાઈના મકાનના પાછળના ભાગે બાકોરૂ પાડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાકોરૂ ન પડતાં તસ્કરો ત્યાંથી બીજી ઘટનાને અંજામ આપવા જતાં રહ્યાં એવું લાગી રહ્યું છે. ત્રીજી ચોરીની ઘટના મેઘજીભાઈ માનસિંગભાઈ બારીયાના ઘરે ઘટી હતી.જેમાં ઘરની પાછળ બાકોરું પાડી અંદર પ્રવેશ કરી ઘરના સભ્યોને બાનમાં લઈ એક પશુધનની ચોરી કરી ગયા હતા.અને ચોથી ઘટના મેરાભાઈ બારીઆના ઘરે બાકોરું પાડવાનો પ્રયાસ કર્યો હતો. પાંચમી ઘટના પ્રદીપભાઈ ખુનજીભાઈ બારીયાના બંધ મકાનની બારીની ગ્રીલ તોડી તસ્કરો પ્રવેશ કરી ઘરનો સામાન વેરવિખેર કરી ગયા હતા. આ ઘટનામાં તસ્કરોનો હાથ ફેરોમાથે પડ્યો હતો. વહેલી સવારે ભીલવા ગામમાં ચોરીની પાંચ ઘટનાઓ ઘટીના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકો ભેગા થઈ ગયા હતા ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આજે તસ્કરો છે તેને ઝડપી પાડવા ડોગ સ્કવોડની મદદ લેવાઈ હતી.
*ભીલવામાં ચોરીનો પ્રયાસ પરંતુ ગ્રામજનો કે મકાન માલિક દ્વારા પોલિસને જાણ કરાઈ નથી :- DYSP જગદીશ ભંડારી..*
ભીલવા ગામે મકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યું હતું. તે સમયે ગ્રામજનો જાગતા હતા. ક્યાંથી એક કિલોમીટર પોલીસ નું પોઇન્ટ પણ છે પોલીસ હાજર હતી. પરંતુ ફળિયા કે ગામમાંથી કોઈએ પોલીસને જાણ નથી કરી. ત્રાહિદ વ્યક્તિ દ્વારા અમને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી છે. તપાસમાં કોઈ સામાન ચોરી થયું નથી. તેમ છતાં એ અમે ડોગ સ્કવોડની મદદ લીધી છે.