મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાનું સંતરામપુર રોડ પર આવેલું જાહેર શૌચાલય દુર્ગંધથી ગંદકીનું સામ્રાજ્ય..
આ જાહેર શૌચાલય સાફ-સફાઈ કરાવવા માટે સરકારી બાબુઓ મૌન.
સંજેલી નગરમાં સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા
શૌચાલયની બાજુમાં આરોગ્ય વિભાગમાં દુર્ગધ..
સંજેલી તા. 11

સંજેલી તાલુકામાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાંથી વેપાર ધંધા અર્થે આવતા ગ્રામજનોને ફક્ત એક જ શૌચાલય તે પણ દુર્ગંધ મારતું હોવાથી નગરજનોને તેમજ ગ્રામજનને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે..

સંજેલી તાલુકાની લગભગ 1,લાખ 41 હજાર 323 જેટલી વસ્તી ધરાવતો તાલુકો છે મોટાભાગના લોકો ખરીદી માટે તાલુકામાં આવતા હોય છે પરંતુ સંજેલીનગર સુવિધા આપવાને બદલે ધુવિધા આપતું હોય તેમ જોવા રહ્યું છે. સંજેલી સંતરામપુર રોડ પર આરોગ્ય વિભાગના મેનદ્વાર પાસે જ આ દુર્ગંધ થી બદબૂ આવતું આ જાહેર શૌચાલય અસ્તવ્યસ્ત ગંદકીથી ભરપૂર જોવાઈ રહી છે જાણે સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેમ જોવાઈ રહીયુ છે પરંતુ આ જાહેર શૌચાલયની સાફ-સફાઈ કરવામાં સરકારી બાબુઓ ને કોઈ રસ નથી હોય તેમ જોવાઈ રહીયુ. મુખ્ય માર્ગ પાસે જ આ ગંદકી અને દુર્ગંદ મારતું શૌચાલયમાં સાફ-સફાઈ અને પાણીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે..