Wednesday, 15/10/2025
Dark Mode

*દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની યોજાઇ તાલીમ*  *દાહોદ જિલ્લાના દરેક ગામડાઓમાં સભા યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લાવવા સફળ પ્રયાસ, દાહોદમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધીને પહોંચી વીસ હજાર*

September 11, 2025
        1638
*દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની યોજાઇ તાલીમ*   *દાહોદ જિલ્લાના દરેક ગામડાઓમાં સભા યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લાવવા સફળ પ્રયાસ, દાહોદમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધીને પહોંચી વીસ હજાર*

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની યોજાઇ તાલીમ* 

*દાહોદ જિલ્લાના દરેક ગામડાઓમાં સભા યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લાવવા સફળ પ્રયાસ, દાહોદમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધીને પહોંચી વીસ હજાર*

દાહોદ તા. ૧૧*દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની યોજાઇ તાલીમ*  *દાહોદ જિલ્લાના દરેક ગામડાઓમાં સભા યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લાવવા સફળ પ્રયાસ, દાહોદમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધીને પહોંચી વીસ હજાર*

દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડુતોને પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. તેમના આહ્વાનને હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકારે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરી છે. વિવિધ એજન્સીઓ અને રાજ્ય સરકારના સહયોગથી એક ઝુંબેશ સ્વરૂપે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વિશે દર ત્રણ ગામ વચ્ચે એક કલસ્ટર દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટના કલસ્ટર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવે છે. સાથે પાકમાં ઉપયોગી જેવા કે , જીવામૃત ઘન જીવામૃત સહિતના પાંચ આયામો ઘરે જ તૈયાર કરવામાં આવે તે અંગે સમજણ આપવામાં આવી હતી. સાથે ખેડુતોની સામે બનાવતા શીખવે છે. આ તાલીમ નોન મિશન કૃષિ સખી, CRP ભાઇઓ, આત્માં પ્રોજેક્ટના કર્મચારીઓએ ઘરે ઘરે જઇને સમજાવે છે કે, પાકમાં ઉપયોગી તમામ આયામો બનાવવામાં આવે તો ખેડૂતને બજારમાં ખાતર દવા માટે રૂપીયા ખર્ચવાની જરૂર નથી. 

સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ વિશે સમજાવતા ખેડૂતોને કહ્યું હતું કે, પ્રાકૃતિક રીતે પકવેલા ફળફળાદી શાકભાજી અને અનાજ ગુણકારી તેમજ રોગમુક્ત છે. જેથી તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ જેનાથી આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય સુધરી શકે સાથે તંદુરસ્ત રહી શકીએ છીએ.

તાલીમ દરમિયાન ખેડૂતમિત્રોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવી તેનો છંટકાવ કઈ રીતે કરવો સાથે તેના ઉપયોગ વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જરૂરી સલાહ સુચન કર્યા હતા.

000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!