
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ બસ સ્ટેશન પરથી સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો – 20 લાખનો MD ડ્રગ્સ જથ્થો ઝડપી પાડ્યો.
મધ્યપ્રદેશના રતલામના બે ઈસમ ઝડપાયા, કુલ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે;
રાજસ્થાનના સપ્લાયર સહિત ત્રણ સામે NDPS કેસ દાખલ
દાહોદ તા. 11
દાહોદના બસ સ્ટેશન પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક ફોરવીલર ગાડીને આંતરી ગાડીની તલાસી લેતા તેમાંથી 20 લાખ રૂપિયા કિંમતનો MD (મેફ્રોન) ડ્રગ્સના જથ્થા સાથે મધ્યપ્રદેશ રતલામના બે ઇસમોને ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એમડી ડ્રગ્સની સાથે મોબાઈલ ફોન ફોરવીલર ગાડી મળી કુલ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ ડ્રગ્સનો જથ્થો લાવનાર અને મોકલનાર સહીત 3 ઈસમો સામે એનડીપીએસ અંતર્ગત ગુનો દાખલ કરી આ ડ્રગ્સનો જથ્થો ક્યાં અને કોણે પહોંચાડવાનો હતો.? તે અંગેની દિશામાં તપાસ હાથ ધરવા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી અવારનવાર માદક પદાર્થોની હેરફેર થતી હોય છે.જેમા પોલિસ બાતમીદારોના નેટવર્ક થકી ભૂતકાળમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કર્યા છે. ત્યારે ગતરોજ રાત્રે 03.45 વાગ્યે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમેં MP.43.ZB.405 નંબરની ગાડીનો પીછો કરી દાહોદ બસ સ્ટેશન પર રોકી હતી અને ગાડીમાં સવાર મકબુલ મતલુબ કુરેશી રહે. હરિજન બસ્તી, કસાઈમંડી, મોચીપુરા, રતલામ, તેમજ અંસારી અનવરઅલી સૈયદ રહે. કનીપુરા, દાઉદ ખાન ગ્રોસરી સ્ટોર,રતલામ, મધ્ય પ્રદેશનાઓને ઉતારી ગાડીની તલાસી લેતા તેમાંથી 20 લાખ કિંમતની 204 ગ્રામ MD મેફ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે મેફ્રોન ડ્રગ્સ, બે મોબાઈલ ફોન, 5 લાખની ગાડી મળી કુલ 25 લાખ કિંમતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને આ એમ. ડી. ડ્રગ્સ મોકલનાર લાલા પઠાણ રહે. પ્રતાગઢ, રાજસ્થાન, તેમજ બન્ને પકડાયેલા ઈસમ મળી કુલ ત્રણ સામે NDPS અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.