
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે નવીન યશોઘરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનુ
શ્રી ડૉ હરિભાઈ.આર.કટારીયા અને સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું
દાહોદ તા. 22
ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા દ્વારા નવીન યશોઘરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનુ આજરોજ સવારે 12:15 કલાકના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ મહેમાનોનુ આદિવાસી રીત રિવાજ મુજબ ઢોલ કુંડી સાથે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આવેલ ઉપસ્થિત મહેમાનો શ્રી ડૉ હરિભાઈ. આર.કટારીયા અને સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉદ્દઘાટન પ્રસંગે આવેલ મહેમાનો દ્વારા ધારાસભ્ય મહેશભાઇ ભૂરીયા અને તેમના પરિવારજનોને નવીન કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી. નવીન કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ મહેમાનોના સન્માન માટે રાખેલ પ્રોગ્રામ પ્રસંગે દિપ પ્રાગટય સાથે પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ સ્વાગત ગીત, પ્રાર્થના ,ગરબાના પ્રોગ્રામ યોજવામાં આવેલ હતા. ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઇ ભૂરીયાએ પ્રેરક ઉદ્બોધન કરતા ઉપસ્થિત સહુ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોરને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય મહેશભાઇ ભૂરીયાએ આ નોન ગ્રાન્ટેડ કોલેજ આ વિસ્તારમાં ખુલવાથી શિક્ષણનો વ્યાપ વધશે તેમજ આ વિસ્તારની સુખાકારી વધશે તેમ જણાવ્યું હતું.
ઉપસ્થિત સાંસદ, કુલપતિ તેમજ આમંત્રિત મુખ્ય મહેમાનોનુ સ્વાગત મહેશભાઈ ભૂરીયા સહિત તેઓના પરિવારજનો દ્વારા કોટી ,પાઘડી તેમજ ફૂલ માળા પહેરાવી તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું. ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ હરિભાઈ. આર.કટારીયા એ કહ્યું કે આ વિસ્તારના વિધાર્થીઓ અહીંયા ભણી અહીંયા જ રોજગાર મેળવે તે માટે નવીન કોલેજ બનાવવામાં આવેલ છે
અને ટૂંકા ગાળામાં મહેશ ભૂરીયાએ આધુનિક ટેકનોલોજી સાથેની કોલેજ ખોલી છે તે માટે તેઓને અભિનંદન છે. આ કોલેજમા વિવિધ અભ્યાસ થકી બાળકો આત્મનિર્ભર બનશે તેમજ પ્રગતિ કરશે તેમ કહ્યું હતું. વિશેષમા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અનેક અભ્યાસ ક્રમ ચાલે છે તે વિશે માહિતી આપેલ હતી. સાંસદ જસવંતસિંહ ભાભોરે વક્તવ્ય આપતા કહ્યું હતું.
કે ઝાલોદ તાલુકા માટે નવીન કોલેજ ખુલી છે તે બાળકોના ભવિષ્ય ઊજળું બનાવવા તેમજ બાળકોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે આ કોલેજ એક ઉદાહરણ બની રહેશે. આ વિસ્તારના બાળકોને હવે ઉચ્ચ શિક્ષણ મેળવવા બહાર નહીં જવું પડે તેમજ આદિવાસી વિસ્તારના બાળકો માટે આ કોલેજ આશીર્વાદ રૂપ બની રહેશે.
કોલેજના સંસ્થાપક ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા કોલેજની આ કોલેજમા સરકાર માન્ય નિયમો મુજબ આચાર્ય શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે. તેમજ વિધાર્થીઓ માટે એડમિશન મેળવવા ઓનલાઈન સુવિધા ઉભી કરવામાં આવેલ છે. યશોઘરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજના બી.એ મા ગુજરાતી,હિન્દી,અંગ્રેજી, સમાજશાસ્ત્ર,અર્થશાસ્ત્ર વિષય અને બી.એ તેમજ MSW ના પ્રથમ સત્રમા પ્રવેશ આપી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ છે. આ કોલેજની વિશેષતા એ છે કે આ બિલ્ડિંગ ફાયર સેફટી સુવિધા ,સી.સીટી.વી તેમજ ભૂકંપ પ્રૂફ જેવી સુવિધાઓ થી સજ્જ છે
આ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ડૉ હરિભાઈ.આર.કટારીયા ( કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ,ગોધરા) , સાંસદ જસવંતસિંહ ભાભોર ( દાહોદ ) દ્વારા કોલેજનુ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. તેમજ આ કોલેજના મુખ્ય મહેમાન તરીકે કરણસિંહ ડામોર ( જિલ્લા પંચાયત પ્રમુખ) , ધારાસભ્ય રમેશભાઈ કટારા ( ફતેપુરા ) ,ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ( દાહોદ ) , ધારાસભ્ય મહેંન્દ્ર ભાભોર ( ગરબાડા) , સ્નેહલ ધરીયા ( દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ) ઉપસ્થિત રહેલ હતા તેમજ આ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ જગત સાથે સંકળાયેલ તમામ પદાધિકારીઓ, શિક્ષકો તેમજ કર્મચારી ગણ ઉપસ્થિત રહેલ હતા.