
દક્ષેશ ચૌહાણ ઝાલોદ
ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે નવીન યશોઘરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનુ 22/08/2025ના કરાશે ઉદ્ઘાટન
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન-સહયોગ વિવિધ લક્ષી વિકાસ ટ્રસ્ટ દાહોદ સંચાલિત
દાહોદ તા. ૨૦
ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે કુદરતી વાતાવરણની વચ્ચે 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન સહયોગ વિવિધ લક્ષી વિકાસ ટ્રસ્ટ દાહોદ સંચાલિત યશોઘરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનુ ઉદ્ઘાટન 22-08-2025 ના રોજ થઈ રહેલ છે. આ કોલેજમા સારું અને ગુણવત્તા યુક્ત અભ્યાસ કરનારા વિધાર્થીઓ માટે યશોઘરા આર્ટ્સ,કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ એ ઉત્તમ સ્થળ બની રહેશે.
કોલેજના સંસ્થાપક ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા એ કોલેજની મુલાકાત લેવા સહુ લોકોને આમંત્રણ આપેલ છે. આ કોલેજ સરકાર માન્ય નિયમો મુજબ આચાર્ય શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે. તેમજ વિધાર્થીઓ માટે એડમિશન મેળવવા ઓનલાઈન સુવિધા ઉભી કરવામાં આવેલ છે.
યશોઘરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજના બી.એ મા ગુજરાતી,હિન્દી,અંગ્રેજી, સમાજશાસ્ત્ર,અર્થશાસ્ત્ર વિષય અને બી.એ તેમજ MSW ના પ્રથમ સત્રમા પ્રવેશ આપી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ છે.
આ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ડૉ હરિભાઈ.આર.કટારીયા ( કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ,ગોધરા) , સાંસદ જસવંતસિંહ ભાભોર ( દાહોદ ) દ્વારા કોલેજનુ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. તેમજ આ કોલેજના મુખ્ય મહેમાન તરીકે કરણસિંહ ડામોર ( જિલ્લા પંચાયત પ્રમુખ) , ધારાસભ્ય રમેશભાઈ કટારા ( ફતેપુરા ) ,ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ( દાહોદ ) , ધારાસભ્ય મહેંન્દ્ર ભાભોર ( ગરબાડા) , ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર ( લીમખેડા) , સ્નેહલ ધરીયા ( દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ) ઉપસ્થિત રહેનાર છે. તેમજ આ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ જગત સાથે સંકળાયેલ તમામ પદાધિકારીઓ, શિક્ષકો તેમજ કર્મચારી ગણ ઉપસ્થિત રહેનાર છે.