સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ઓલગામના વયોવૃદ્ધ માટે કરેલી રજૂઆત ફળી.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે દાહોદ 

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ઓલગામના વયોવૃદ્ધ માટે કરેલી રજૂઆત ફળી.

દાહોદ તા. ૨૦ 

વલસાડ તાલુકાના ઓલગામના દરબડીયામા રહેતા વૃદ્વના ઘર 3 મહિના પહેલા વાવાઝોડામાં આંબલી પડતા વયોવૃદ્વ ભરચોમાસામાં ભારે મુસીબતમા મુકાય ગયેલ જે બાબતે બચુભાઈએ સમસ્ત આદિવાસી સમાજ વલસાડ જિલ્લાના આગેવાન મુકેશભાઈ પટેલને રજૂઆત કરતા તેમણે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વલસાડ તાલુકા પ્રશાસનને વૃદ્વની તકલીફને ગંભીરતાથી લઇ ત્વરિત કાર્યવાહી કરવા રજૂઆત કરેલ હતી.જે બાબતે વલસાડ તાલુકા પ્રશાસન દ્વારા તપાસ કરાવતા વયોવૃદ્વ બચુભાઈની પરિસ્થિતિ વિકટ જણાતા ઘરના રીપેરીંગ માટે તાત્કાલિક મળવાપાત્ર સરકારી સહાય જમા કરાવેલ.જેનાથી બચુભાઈને ખુબ જ રાહત થતાં તેમણે મુકેશભાઈની એમના કામના સ્થળે મુલાકાત કરી ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને મુકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનતા આશિર્વાદ આપેલ હતાં.

Share This Article