
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ તાલુકાના લીમડી ગામ ખાતે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ પર અચીવર પ્રિ સાયન્સ સ્કૂલ , લીમડીના 200થી વધારે વિદ્યાર્થીઓએ પિન હોલ કેમેરા બનાવી કેમેરાની રચના સમજી.
ઝાલોદ તા. ૧૯
ઝાલોદ તાલુકાના લીમડી ખાતે આવેલ અચીવર પ્રિ સાયન્સ સ્કૂલ કે જે સાયન્સના પાયા પર રચાયેલી છે એ સ્કૂલમાંઆજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિતે કેમેરા સાયન્સ સમજાય તે માટે કેમેરાની ઉત્પત્તિ , કેમેરાનું કાર્ય , કેમેરાની સફર વિશે રોચક માહિતી પૂરી પાડવામાં આવી હતી. આજરોજ વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટર અમદાવાદ તેમજ વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદના દ્વારા લિમડી ની અચીવર પ્રિ સાયન્સ સાયન્સ સ્કૂલમાં 212 વિદ્યાર્થીઓને પિનહોલ કેમેરાની સમજ આપવામાં આવી હતી અને પ્રત્યક્ષ રૂપે દરેક વિદ્યાર્થીને કીટ આપીને કેમેરા કેવી રીતે બને અને કેવી રીતે કાર્ય કરે છે તે સમજ આપી અને આજના યુગમાં કેમેરા નો ઉપયોગ અને કેમેરા વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ ખૂબ જ રસ પૂર્વક આ પિન હોલ કેમેરા પ્રોજેક્ટ કરી સમજ કેળવી હતી. પિનહોલ કેમેરો એ લેન્સ વગરનો એક સાદો કેમેરો છે પરંતુ નાના છિદ્ર સાથે (કહેવાતા પિનહોલ ) અસરકારક રીતે એક લાઇટ-પ્રૂફ બોક્સ છે જેમાં એક બાજુ એક નાનું છિદ્ર છે. દ્રશ્યમાંથી પ્રકાશ છિદ્રમાંથી પસાર થાય છે અને બૉક્સની વિરુદ્ધ બાજુએ ઊંધી છબી બનાવે છે, જે કૅમેરા ઑબ્સ્ક્યુરા ઇફેક્ટ તરીકે ઓળખાય છે.