ઝાલોદમાં અફીણની હેરાફેરીનો પર્દાફાશ:ગુલતોરા ગામે નાકાબંધી દરમિયાન 8.10 લાખનો મુદ્દામાલ
દાહોદ તા. ૧૮

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ગુલતોરા ગામે પોલીસની નાકાબંધી દરમિયાન એક ફોર વ્હીલર ગાડીમાંથી મોટા પ્રમાણમાં અફીણનો જથ્થો મળી આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે 17 ઓગસ્ટના રોજ ગુલતોરા ગામના ત્રણ રસ્તા પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પોલીસની નાકાબંધી જોઈને ફોર વ્હીલર ગાડીનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી 170.330 કિલોગ્રામ વજનના અફીણના જીંડવા (પોષડોડા) મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા અફીણની કિંમત રૂ. 5,10,990 છે. વાહન સહિત કુલ રૂ. 8,10,990નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ચાકલીયા પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર થયેલા આરોપીની શોધખોળ ચાલુ છે.
