
રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદના મહુડી ગામથી 2023 થી સમાજ ને જાગૃત કરવા માનગઢ ધામ સુધી જનજાગૃતિ પદયાત્રા નીકળવામાં આવી રહી છે
દાહોદ તા. ૧૮
દર વર્ષ ની જેમ આજ રોજ રાજેશભાઈ વસૈયાના માર્ગદર્શ હેઠળ તેમની મહુડી ગામના યુવા મંડળ ટીમ ઘ્વારા તારીખ, ૧૬ ઓગસ્ટ ૨૦૨૫
રોજ ઝાલોદના મહુડી ગામેથી માનગઢ ધામ તરફ એક વિશાળ જનજાગૃતિ પદયાત્રા નીકાળવામાં આવી હતી . આ પદયાત્રાનો હેતુ આદિવાસી સમાજમાં એકતા, અધ્યાત્મિક જાગૃતિ તથા ગુરુ ગોવિંદ મહારાજના સંદેશાઓને પ્રસરાવવાનો છે.
પ્રાત:કાળે ભક્તિગીતો અને “જય ગુરુ ગોવિંદ મહારાજ” ના નાદ સાથે યાત્રા મહુડી ગામેથી શરૂ થઈ. મોટી સંખ્યામાં સ્ત્રી-પુરુષો, યુવાનો તથા વડીલો પદયાત્રામાં જોડાયા.
યાત્રા દરમ્યાન સંગીત-ભજન, વ્યશન મુખતીની ઝાંખી તેમજ હક્ક અધિકારો ના કાયદાઓ, અને શિક્ષણ ની જાગૃતિ માટે બેનર લગાવી ઝાંખીઓ જોવા મળી હતી સાથે ગુરુ ગોવિંદ મહારાજના ઉપદેશો પ્રસરાવવામાં આવ્યા. સમાજમાં એકતા, નશામુક્તિ, શિક્ષણ અને સંસ્કાર જેવા મુદ્દાઓ પર પણ જાગૃતિ લાવવામાં આવી. આ પદયાત્રા માત્ર આધ્યાત્મિક નથી, પણ આદિવાસી સમાજને એકતાબદ્ધ કરવાની અને નવી પેઢીને સંસ્કાર સંદેશા પહોંચાડવાની અનોખી પહેલ છે. માનગઢ ધામ સુધી આ પદયાત્રા અનેક ગામો, અનેક દિલો અને અનેક આશાઓને જોડતી આગળ વધી રહી
ઝાલોદ નજીક પદયાત્રાનું મુવાડા ઝાલા વસૈયા ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ ઝાલોદ થી ફતેપુરા રૂટ પરના ના ગામજનો દ્વારા ચા-નાસ્તાની વ્યવસ્થા કરી અને યાત્રિકોને ફૂલમાળા પહેરાવી આવકાર્યો.