
બાબુ સોલંકી:- સુખસર
*કલાલ સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજને વધુ વિકસિત બનાવે: અચૂતાનંદજી*
*કલાલ સમાજનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો*
*130 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા*
સુખસર,તા.16
કલાલ સમાજ પંચમહાલ,દાહોદ, મહીસાગર,ગાંગડતલાઈ દ્વારા સમાજના વિદ્યાર્થીઓના પ્રોત્સાહિત કરવા સમાજ દ્વારા 15 મી ઓગસ્ટના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમારોહ શૈક્ષણિક વર્ષ 2024-2025 દરમિયાન સમાજના ઉર્ત્તીણ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.આ તકે મોટી સંખ્યામાં જ્ઞાતિના વિદ્યાર્થીઓ તથા વાલીઓ તથા હાજર રહ્યા હતા.
આ સમારોહમાં હરહંમેશ સમાજને પ્રોત્સાહિત કરતા દાતાઓનું સમાજ દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.આ કાર્યક્રમનું દીપપ્રાગટ્ય તથા ઉદ્ઘાટન રાજસ્થાન બેનેશ્વર ધામના અચ્યુતાનંદજી મહારાજના કાર્યક્રમના અધ્યક્ષ દેવગણ બારીયા, નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ કલાલના વરદહસ્તે થયું હતું. સમાજના મોભી ગણાતા એવા સ્વ. નારણભાઈ કલાલની પુણ્યતિથિ નિમિત્તે મહારાજ દ્વારા પુષ્પાંજલિ કરી બે મિનિટ માટે મૌન પાળવામાં આવ્યું હતું. અચ્યુતાનંદજી મહારાજે જણાવ્યું કે,વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસમાં વધુ પ્રયત્નો કરવા અને સમાજના ઉત્તમ નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજને વધુ વિકસિત બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમમાં રાજસ્થાન બાસવાડા જિલ્લાના પ્રમુખ રાજેશભાઈ કલાલ, સુંદરલાલ કલાલ,દિપેશભાઈ કલાલ, પુરમચંદભાઈ કલાલ,સાગવાડા ભારતીય કલાલ મહાસભા દિલ્હીના રાષ્ટ્રીય સચિવ દિલીપભાઈ કલાલ, બનાસકાંઠાના સમાજના પ્રમુખ કિર્તીભાઈ પટેલ,બાસવાડા જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ લાપચંદજી કલાલ,અખિલ ભારતીય સર્વ વર્ગીય કલાલ સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતભાઈ કલાલ,રાષ્ટ્રીય સહમંત્રી જયંતીલાલ કલાલ,ગુજરાતના યુવા પ્રમુખ હિતેશ કલાલ,સહિત મોટી સંખ્યામાં કલાલ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં કુલ 130 વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી નું સન્માન કરવામાં આવેલ.આ સમારોહમાં કે.જી થી લઈ ધોરણ પાંચ સુધીના તમામ વિદ્યાર્થીને શિલ્ડ આપવામાં આવ્યા હતા.આ સમસ્ત કાર્યક્રમનું આયોજન પંચમહાલ,દાહોદ,મહીસાગર, ગાંગડ તલાઇ કલાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.