બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે નરાધમ પતિએ પાવડાના ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા કરી ત્રણને ઘાયલ કર્યા*
*સુખસર પોલીસે હત્યારા પતિને ગણતરીની મિનિટોમાં દબોચી લીધો:ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલાયા*
સુખસર,તા.16
દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં માનવ હત્યા કરવી તે એક સામાન્ય બાબત બની ચૂકી છે.અને થોડા-થોડા દિવસો કે મહિનાઓના સમયાંતરે માનવ હત્યાઓ થઈ રહી છે.તેમાં વધુ એક બનાવ આજરોજ સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં રૂપાખેડા ગામે નરાધમ પતિએ પત્નીને કોઈક કારણોસર પાવડાના ધા ઝીંકી મોતને ઘાટ ઉતારતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.તેમજ ત્રણ લોકોને આ ઝનુની હત્યારા એ ઘાયલ કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે વાદી ફળિયામાં રહેતા ગણેશભાઈ શંકરભાઈ વાદી નાએ પોતાના ઘરે પત્ની કોકીલાબેન ઉંમર વર્ષ આશરે 32 નાઓ સાથે કોઈક બાબતે તકરાર કરી કોકીલાબેનને માથામાં તથા શરીરે પાવડાના આડેધડ ધા ઝીંકતા કોકીલાબેનનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજવા પામેલ હતું. જ્યારે હો હા થતાં આસપાસ માંથી લોકો દોડી આવતા છોડાવવા આવતા લોકોને હત્યારા ગણેશ શંકરભાઈ વાદીએ પાવડા વડે આડેધડ હુમલો કરતા પુંજાબેન હિંમતભાઈ વાદી ઉંમર વર્ષ આશરે 19 ના ઓને માથાના પાછળના ભાગે તથા મોઢા ઉપર પાવડાના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.જ્યારે પર્વતભાઈ મગનભાઈ વાદી ઉંમર વર્ષ આશરે 45 નાઓ ને માથામાં જ્યારે સંજયભાઈ શાંતિલાલ વાદી ઉંમર વર્ષ આશરે 25 નાઓને હાથે ઇજા પહોંચાડી ઇજાગ્રસ્ત કર્યા હતા.જેમાં ઈજાગ્રસ્તો ને સારવાર માટે સુખસર 108 એમ્બ્યુલન્સને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પરંતુ હત્યારાએ થોડા સમય સુધી 108 એમ્બ્યુલન્સને પણ નજીક આવવા દીધી ન હતી.ત્યારબાદ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.અને ગંભીર ઈજાગ્રસ્ત પૂજાબેન હિંમતભાઈ વાદી નાઓને સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે લુણાવાડા ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
નોંધનિય બાબત છે કે,આ બનાવ સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં બનવા પામેલ છે.જ્યારે આ લખાય છે ત્યારે પાંચેક વાગ્યાનો સમય થવા આવેલ છે.છતાં આ બનાવ કયા કારણોસર બનવા પામેલ છે તે બાબતે કોઈ જવાબ આપવા તૈયાર નથી. જ્યારે હત્યારાને સુખસર પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લઈ હત્યારાની તથા બનાવને નજરે જોનાર લોકોની ઝીણવટ પૂર્વક પૂછપરછ ચાલુ છે.તેમજ મૃતક કોકીલાબેન વાદીની લાશ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે લાવવામાં આવી છે.