Wednesday, 15/10/2025
Dark Mode

ફતેપુરા તાલુકામાં આન-બાન-શાન સાથે ઠેર ઠેર ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાયા* *તાલુકામાં સરકારી,અર્ધસરકારી કચેરીઓ સહિત શાળા-કોલેજો ખાતે ધ્વજારોહણ કરાયું*

August 16, 2025
        1960
ફતેપુરા તાલુકામાં આન-બાન-શાન સાથે ઠેર ઠેર ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાયા*  *તાલુકામાં સરકારી,અર્ધસરકારી કચેરીઓ સહિત શાળા-કોલેજો ખાતે ધ્વજારોહણ કરાયું*

બાબુ સોલંકી

*ફતેપુરા તાલુકામાં આન-બાન-શાન સાથે ઠેર ઠેર ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાયા*

*તાલુકામાં સરકારી,અર્ધસરકારી કચેરીઓ સહિત શાળા-કોલેજો ખાતે ધ્વજારોહણ કરાયું*

સુખસર,તા.16

ફતેપુરા તાલુકામાં આન-બાન-શાન સાથે ઠેર ઠેર ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાયા* *તાલુકામાં સરકારી,અર્ધસરકારી કચેરીઓ સહિત શાળા-કોલેજો ખાતે ધ્વજારોહણ કરાયું*

ફતેપુરા તાલુકામાં 15 ઓગસ્ટના રોજ 79 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફતેપુરા તાલુકા સહિત જિલ્લામાં વહીવટી તંત્ર તેમજ રાજકીય પક્ષો સહિત શાળા કોલેજો ખાતે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં આન,બાન,શાન સાથે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.પર્વ દરમ્યાન સરકારી અર્ધસરકારી કર્મચારીઓમાં વડીલો, માતા,બહેનો,બાળકોમાં દેશભક્તિના દર્શન થયા હતા.78 વર્ષ પહેલા ભારતની પ્રજા અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ હતી જ્યારે હાલની પેઢીના 98% લોકો સ્વતંત્ર ભારતમાં જન્મ્યા છે.જગતની સૌથી યુવા વય ધરાવનાર રાષ્ટ્ર આપણે છીએ.તેથી જ યુવા પેઢીનો તરવરાટ દેખાય છે.મેઘાણીએ કહ્યું હતું કે,”ઘટમાં ધોડા થનગને આતમ વીંઝે પાંખ,અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ”આજે ભારત દેશ દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી ઈકોનોમી છે અને દુનિયામાં પોતાનું શક્તિશાળી વજૂદ પેદા કરવામાં સફળ રહ્યું છે અને ઉત્તરોતર પ્રગતિ કરી આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર વીર સપૂતો ના બલિદાનનુ સપનું પૂરું કરવા માટે ભારતના નાગરિકો સંકલ્પબધ્ધ છે.

    ફતેપુરા તાલુકામાં આન-બાન-શાન સાથે ઠેર ઠેર ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાયા* *તાલુકામાં સરકારી,અર્ધસરકારી કચેરીઓ સહિત શાળા-કોલેજો ખાતે ધ્વજારોહણ કરાયું*     15 મી ઓગસ્ટ નિમિત્તે ફતેપુરા તાલુકામાં સરકારી,અર્ધ સરકારી કચેરીઓ તથા શાળા કોલેજોમાં આન,બાન અને શાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.જેમાં તાલુકાની કચેરીઓ,આઈ.કે.દેસાઈ હાઈસ્કૂલ, કન્યાશાળા સહિત આસપાસની પ્રાથમિક,માધ્યમિક શાળાઓ,બલૈયા પ્રાથમિક શાળા શિશુવિહાર બલૈયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક,માધ્યમિક શાળાઓ,સુખસર કૃષિ શાળા,નૂતન વિદ્યાલય સુખસર, કન્યાશાળા સુખસર,સુખસર પોલીસ સ્ટેશન,સુખસર ગ્રામ પંચાયત,કાળીયા ગ્રામ પંચાયત તેમજ સુખસર વિસ્તારના તમામ ગામડાઓની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.જેમાં રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો,વડીલો,બહેન- દીકરીઓ સહિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો, બાળકો દ્વારા દેશભક્તિ સાથે રાષ્ટ્રીય પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,અને ધ્વજવંદન સ્થળોએ ઉપસ્થિત મહાનુભાવો, રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકરો સાથે શાળાના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ ભારત માતાકી જય, આઝાદી અમર રહો ના નારાઓ સાથે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!