*ઝાલોદ ખાતે સ્વાતંત્ર્ય દિન નિમિતે ઝાલોદ મામલતદાર શ્રીના હસ્તે ધ્વજરોહણ કરવામાં આવ્યું* દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ખાતે ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઝાલોદ મામલતદાર શ્રીના હસ્તે કરવામાં આવી હતી.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*ઝાલોદ ખાતે સ્વાતંત્ર્ય દિન નિમિતે ઝાલોદ મામલતદાર શ્રીના હસ્તે ધ્વજરોહણ કરવામાં આવ્યું*

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ખાતે ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઝાલોદ મામલતદાર શ્રીના હસ્તે કરવામાં આવી હતી.

દાહોદ તા. ૧૫

સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ઝાલોદ મામલતદાર શ્રીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને રાષ્ટ્ર્ર ધ્વજને સલામી આપી હતી એ સાથે ઉપસ્થિત સૌએ રાષ્ટ્ર્રગાન કર્યું હતું. 

આ પ્રસંગે ઝાલોદની વિવિધ શાળાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિ ગીત સાથે ડાન્સ અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યું હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ તાળીઓથી વધાવી લીધો હતો.  

આ નિમિતે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ કર્મીઓને ઝાલોદ મામલતદાર શ્રી ના હસ્તે ઇનામ, એવોર્ડ અને સન્માનપત્રો આપવામાં આવ્યા હતા.

000

Share This Article