
રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા માહિતી કચેરી દાહોદના માહિતી મદદનીશ સુશ્રી કાકુલબેન ઢાકીયાનું પ્રચાર પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે સન્માન*
દાહોદ તા. ૧૫
દાહોદની જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા માહિતી મદદનીશ સુશ્રી કાકુલબેન ઢાકીયાએ પ્રચાર પ્રસારની શ્રેષ્ઠ કામગીરી ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રના પ્રચાર પ્રસાર માટે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ખાતે આયોજિત જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સુશ્રી કાકુલ ઢાકિયાની પ્રચાર પ્રચારની કામગીરીને બિરદાવી સન્માન કરાયું હતું. આ સન્માન મેળવવા બદલ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી રાજકુમાર એ.જેઠવા સહિત માહિતી કચેરી દાહોદના સમગ્ર સ્ટાફે તેમને અભિનંદન પાઠવ્યા છે.
૦૦૦૦