
રાજેશ વસાવે :- દાહોદ
*લીમખેડા ખાતે ૭૯ સ્વાતંત્ર્ય પર્વની ગરિમામય ઉજવણી*
*દાહોદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલેકટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે કરાઇ*
*આજે ગુજરાત વિકાસના ગ્રોથ એન્જીન તરીકે દેશમાં પ્રસ્થાપિત થયું છે જે આપણા માટે ગૌરવની બાબત છે. દેશમાં વિકાસ વિઝન બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. -કલેકટર શ્રી યોગેશ નિરગુડે*
*લીમખેડા તાલુકાના વિકાસ અર્થે લીમખેડા મામલતદારશ્રીને રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો*
દાહોદ તા. ૧૫
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકમાં આવેલ મોટા હાથીધરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. કલેકટર શ્રી સલામી મંચ પર આવતાં જ સૌ એ પોતાની જગ્યાએ ઊભા થઇ કલેકટર શ્રીના આગમનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.
સ્વાતંત્ર્ય પર્વ નિમિતે કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને રાષ્ટ્ર્ર ધ્વજને સલામી આપી હતી એ સાથે ઉપસ્થિત સૌએ રાષ્ટ્ર્રગાન કર્યું હતું. રાષ્ટ્ર્ર ધ્વજને સલામી આપી રાષ્ટ્ર્રગાન કર્યા પછી કલેકટર શ્રી યોગેશ નિરગુડે સહિત પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર શ્રી જેમ એમ. રાવલ એ પરેડનું નિરીક્ષણ કરી સૌનું અભિવાદન સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ આઝાદી અપાવનાર શહીદોને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, આજે ગુજરાત વિકાસના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાત પ્રસ્થાપિત થયું છે જે આપણા માટે ગૌરવની બાબત છે. આપણા દાહોદ ને વિકસિત દાહોદ બનાવવા માટેના સરકાર પ્રયત્નશીલ છે. વધુમાં એમણે અટલ બિહારી વાજપેયીએ આપેલ એમના જીવનના અમૂલ્ય ફાળાને યાદ કરી જન્મ જયંતી નિમિતે યાદ કર્યા હતા.
વધુમાં ઉમેર્યું હતું કે, નાગરિકોની સુખાકારી અને અને જીવન ધોરણમાં સુધાર લાવવા રાજ્ય સરકાર કાર્યરત છે. દેશના વિકાસનું પ્રતિક એવી ગુજરાતની ગિફ્ટ સીટીનો પણ એમણે ઉલ્લેખ કર્યો હતો. નાનામાં નાનો માણસ પણ સારી સુવિધા સાથે જીવે, આદિવાસી વિદ્યાર્થીઓ રમત હોય કે શિક્ષણ ક્ષેત્રે આગળ આવે એ માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. એ સાથે ઉપસ્થિત તમામ નગરજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ દ્વારા ઑપરેશન સિંદૂર થીમ પર દેશ ભક્તિ ગીત સાથે ડાન્સ, ગરવી ગુજરાતનો અર્વાચીન માતાજીનો ગરબો, આદિવાસી લોકનૃત્ય, લેજીમ નૃત્ય તેમજ ઓપરેશન સિંદૂર થીમ હેઠળ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ તાળીઓથી વધાવી લીધો હતો. પ્રસ્તુત કરવામાં આવેલ તમામ કૃતિઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રોત્સાહન રૂપે ૫૦૦૦/- રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ કર્મીઓને જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ, એવોર્ડ અને સન્માનપત્રો આપવામાં આવ્યા હતા.સાથે સાથે લીમખેડા તાલુકાના વિકાસ અર્થે લીમખેડા મામલતદારશ્રીને રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૮ પ્લાટુન માં ૨૦૦ જેટલા પોલીસ જવાનોએ પરેડમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્ર્રગાન કરીને કલેકટર શ્રી યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલ એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટ દાર શ્રી દેવેન્દ્ર મીના, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્યશ્રી શૈલેષભાઇ ભાભોર, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર સહિત અન્ય મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી લીમખેડા, અન્ય અધિકારીશ્રીઓ તેમજ નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000