રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ LCBની ધાનપુરમાં મોટી કાર્યવાહી:જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા, 5.89 લાખનો મુદ્દામાલ કબજે
દાહોદ તા.14

દાહોદ જિલ્લાના ધનારપાટીયા ગામે એલસીબી પોલીસે જુગારધામ પર દરોડો પાડયો છે. ડુંગરા ફળિયામાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પરથી 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારીની સૂચના અને એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.ગામેતીની ટીમને બાતમી મળી હતી કે દિતીયા શતરાના ભાઈ કમલેશના ઘર આગળ જુગાર રમાડવામાં આવે છે.દાહોદ જિલ્લાના ધનારપાટીયા ગામે એલસીબી પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો છે. ડુંગરા ફળિયામાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પરથી 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારીની સૂચના અને એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.ગામેતીની ટીમને બાતમી મળી હતી કે દિતીયા શતરાના ભાઈ કમલેશના ઘર આગળ જુગાર રમાડવામાં આવે છે.પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂ. 12,590, દાવ પરના રૂ. 17,000, 6 મોબાઈલ ફોન કિંમત રૂ. 30,000, 104 ગંજીપાના અને 9 વાહનો કિંમત રૂ. 5.30 લાખ મળી કુલ રૂ. 5,89,590નો મુદ્દામાલ કબજે કર્યો છે.