રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા APMCની ચૂંટણી જાહેર : ખેડૂત અને વેપારી વિભાગ માટે 10 નવેમ્બરે મતદાન, 29 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત
ગરબાડા તા. ૧૩
ગરબાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની આગામી ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 1 સભ્યની પસંદગી કરવામાં આવશે.
મતદાન 10 નવેમ્બરે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ગરબાડા APMC ખાતે યોજાશે.ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત 29 ઓક્ટોબરથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે. 30 ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારો 3 નવેમ્બર સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. મતગણતરી 11 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.ગરબાડા વિસ્તાર પહેલા દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો ભાગ હતો. ત્યારબાદ અલગ થઈને ગરબાડા APMCની સ્થાપના કરવામાં આવી.હાલની વહીવટી સમિતિની મુદત પૂર્ણ થતાં આ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી દ્વારા ગરબાડા APMCના ખેડૂતો અને વેપારીઓની નવી સમિતિની રચના થશે.