ઘર ઘર તિરંગો લહેરાવી દેશની સ્વતંત્રતા માં સહભાગી થઈએ: ધારાસભ્ય રમેશભાઈ કટારા* *ફતેપુરા નગરમાં તિરંગા યાત્રા યોજાઇ*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*ઘર ઘર તિરંગો લહેરાવી દેશની સ્વતંત્રતા માં સહભાગી થઈએ: ધારાસભ્ય રમેશભાઈ કટારા*

*ફતેપુરા નગરમાં તિરંગા યાત્રા યોજાઇ*

સુખસર,તા.1૩

        સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ફતેપુરા તાલુકામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે વિવિધ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, ગ્રામજનો, પોલીસ જવાન,હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા. દેશભક્તિના નારાઓથી શહેર તથા ગ્રામની ગલીઓ ગુંજી ઉઠી હતી. 

               ફતેપુરા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, પોલીસ, હોમગાર્ડના જવાનો,અધિકારીશ્રીઓ, કર્મચારીઓ,ગ્રામજનો,તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ધારાસભ્યએ તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. શહેરના માર્ગો તિરંગા યાત્રાએ ફરીને નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા સંદેશો પાઠવ્યો હતો. 

              આ પ્રસંગે તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી,પૂર્વ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, જિલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્યો,સરપંચો,સંગઠનના કાર્યકર્તાઓ,આગેવાનો સહિત, પોલીસકર્મીઓ,શાળાઓનાં વિદ્યાર્થીઓ,નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.

Share This Article