ફતેપુરા તાલુકાના મોટાનટવામાં બે મોટરસાયકલો વચ્ચે અકસ્માતમાં એકનું મોત:ત્રણને ગંભીર ઇજા* *અકસ્માતમાં 26 વર્ષીય પૌત્રનું મોત જ્યારે દાદાને માથામાં તથા પગે જ્યારે વટલીના માતા પુત્રને માથામાં તથા શરીરે ગંભીર ઈજા*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકાના મોટાનટવામાં બે મોટરસાયકલો વચ્ચે અકસ્માતમાં એકનું મોત:ત્રણને ગંભીર ઇજા*

*અકસ્માતમાં 26 વર્ષીય પૌત્રનું મોત જ્યારે દાદાને માથામાં તથા પગે જ્યારે વટલીના માતા પુત્રને માથામાં તથા શરીરે ગંભીર ઈજા*

*ઈજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરાયા*

સુખસર,તા.11

  ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બે ફાર્મ બનેલા વાહન ચાલકો દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો નોતરી રહ્યા છે તેવી જ રીતે આજરોજ બપોર બાદ ત્રણેક વાગ્યાના અરસામાં મોટા નટવા ગામે બે મોટરસાયકલો સામસામે અથડાતાં વટલીના માતા પુત્ર જ્યારે ચાંદલીના દાદા પૌત્રની મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ચાંદલીના 26 વર્ષીય યુવાનનુ અકસ્માત સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજવા પામેલ છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

          જાણવા મળેલ વિગતો મુજબ આજરોજ બપોર બાદ ત્રણેક વાગ્યાના અરસામાં વટલી ગામના મકવાણા અર્જુનભાઈ જગાભાઈ ઉંમર વર્ષ 30 તથા તેના માતા મંગુબેન જગાભાઈ મકવાણા ઉંમર વર્ષ 55 નાઓ વટલી થી સુખસર તરફ આવી રહ્યા હતા. જ્યારે નીંદકાપૂર્વના ચાંદલી ગામના મકવાણા દિનેશભાઈ વાલસીંગભાઈ ઉંમર વર્ષ 26 તથા મકવાણા સુમનભાઈ માલાભાઈ ઉંમર વર્ષ આશરે 60 નાઓ સુખસરથી પરત ઘરે જઈ રહ્યા હતા.તેવા સમયે મોટાનટવા ગામના અંધારી ફળીયા ખાતે મોટરસાયકલ નંબર જીજે 20 બીએલ 2851 તથા જીજે 20 એએલ 0216 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.તેમાં 26 વર્ષીય દિનેશભાઈ વાલસીંગભાઇ મકવાણાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે અર્જુનભાઈ,મંગુબેન તથા સુમનભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવી સારવાર આપવામાં આવી હતી.જેઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.જ્યારે મૃતકની લાશને પંચનામા બાદ સુખસર પોલીસે પી.એમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share This Article