દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઈ ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાઈ
હિમાંજય પાલીવાલ ચેરમેન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ ધારાસભ્ય મહેશ ભૂરીયાની પ્રેરક ઉપસ્થિતિમા પ્રોગ્રામ યોજાયો.
ઝાલોદ તા. ૯

આજરોજ તારીખ 09-08-2025 શનિવારના રોજ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઈ ખાતે કરવામાં આવી હતી.
આજના આ કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઉપસ્થિત રહેનાર હિમાંજય પાલીવાલ ચેરમેન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ ધારાસભ્ય મહેશ ભૂરીયાનુ સ્વાગત ઢોલ નગારા તેમજ કુમકુમ ચાંદલો કરી મહેમાનોને આવકારવામા આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત સહુ આમંત્રિત મહેમાનો ગુરુ ગોવિંદ સમાધિ ધામ ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આમંત્રિત મહેમાનો દ્વારા બિરસામુંડા અને આદિવાસી દેવી દેવતાઓનુ પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રોગ્રામ અંતર્ગત કન્યા શાળા લીમડી દ્વારા સુંદર પ્રાર્થના ગીત તેમજ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
આજના આ પ્રોગ્રામમાં આવેલ કાર્યક્રમના મુખ્ય મહાનુભાવ હિમાંજય પાલીવાલ તેમજ મહેશ ભૂરીયાનુ સ્વાગત આદિવાસી પરંપરા મુજબ તીર કમાન, બંડી તેમજ પાઘડી પહેરાવી કરવામાં આવ્યું હતું.
આજના આ પ્રોગ્રામમાં આદિવાસી લોકનૃત્ય ,ટીમલી નૃત્ય, આદિવાસી નૃત્ય જેવા આદિવાસી વિસ્તારના પારંપારિક પ્રોગ્રામો યોજાયા હતા. આ પ્રોગ્રામમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને વહીવટી તંત્ર દ્વારા સુંદર ગિફ્ટ તેમજ ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. આજના પ્રોગ્રામમાં આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તારલાઓનુ સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ તાલુકા કક્ષાએ કાર્યક્રમના લાભાર્થીઓને લાભનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આજના પ્રોગ્રામ અનુરૂપ કાર્યક્રમના મહાનુભાવ હિમાંજય પાલીવાલ દ્વારા બિરસા મુંડાના જીવન ચરિત્ર પર થી બોધ લઈ તેમની સેવા અને સમર્પણ જેવી અમૂલ્ય સિદ્ધિ વિશે સુંદર સમજ આપી હતી. ધારાસભ્ય મહેશ ભૂરીયા એ ભાજપ સરકારના કાર્યકાળ દરમ્યાન આદિવાસી સમાજ માટેની કામગીરી તેમજ આગામી સમયમાં થનાર કામગીરી વિશે માહિતી આપી હતી. આજના આ વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલ પ્રોગ્રામમાં પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયા, મામલતદાર પરમાર, ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ સાથે તાલુકા પંચાયત અધિકારી, સરપંચો, ભાજપના આગેવાનો,તાલુકા સભા, જિલ્લા પંચાયત સભ્યો સાથે મોટા પ્રમાણમાં જન સમુદાય ઉપસ્થિત રહેલ હતો.