રાજેશ વસાવે :- દાહોદ
સમાજશાસ્ત્ર વિભાગમાં યોજાયેલ એક દિવસીય આદિવાસી પારંપારિક વાનગી મેળાનું આયોજન
નર્મદા તા. ૭
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગમાં ધરતી આબા ભગવાન બિરસા મૂંડાની 150 મી જન્મજયંતિ નિમિત્તે અને વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત 7 મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ૧૨:૦૦ કલાકે એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. માનનીય કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબ, કુલ સચિવ શ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ ગાયકવાડ સાહેબની પ્રેરણાથી સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસીય આદિવાસી પારંપારિક વાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી ભોજન બનાવવામાં આવેલ હતું. જેમાં રોટલો – (નાગલી / ચોખાનો), અડદની દાળ, તુવેરનાં દાણાંવાળો ભાત, દેશી ચટણી, ટામેટાં-લસણની ચટણી, નાગલીનો શીરો, અડદનું ભુજીયું વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી. જેમાં માનનીય કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબ, કુલ સચિવ શ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ, યુનિવર્સિટી પરિસરના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આદિવાસી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ કર્યું હતું.
