
બાબુ સોલંકી:- સુખસર
*ઝાલોદ ખાતે 15 ઓગસ્ટે કલાલ સમાજના ભવ્ય વિધાર્થી સમારોહનુ આયોજન કરાયુ*
*ગુજરાત,રાજસ્થાન અને મઘ્યપ્રદેશનાકલાલસમાજના પ્રમુખો રહેશે ઉપસ્થિત*
*બેનેશ્વર ધામ ના પ.પુ. અચ્યુતાનંદજી મહારાજ આર્શીવચન આપશે.*
સુખસર,તા.7
દાહોદ,મહીસાગર,પંચમહાલ, ગાંગડતલાઇ વિસ્તાર કલાલ સમાજ દ્વારા પહેલીવાર વિદ્યાર્થી તેમજ પ્રતિભાશાળી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે 15 ઓગસ્ટે કાર્યક્રમ યોજાશે.જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના સમાજના પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે.
દાહોદ,મહીસાગર,પંચમહાલ ગાંગળતલાઇ વિસ્તાર કલાલ સમાજ દ્વારા પહેલીવાર વિદ્યાર્થી તેમજ પ્રતિભાશાળી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.બેનેશ્વર ધામના પરમ પૂજ્ય અચ્યુતાનંદજી મહારાજ મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી સમાજના વિદ્યાર્થીઓને આર્શીવચન આપશે.ગુજરાતથી અમદાવાદ,પાલનપુર,મોડાસા રાજસ્થાનથી બાસવાડા,ડુંગરપુર, સાગવાડા મધ્યપ્રદેશથી ઝાબુઆ, અલીરાજપુરના કલાલ સમાજના પ્રમુખો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.દાહોદ,મહીસાગર, પંચમહાલ,ગાંગડતલાઈ વિસ્તારના ધોરણ એક થી પાંચના તમામ વિદ્યાર્થીઓને મેડલ તેમજ ધોરણ છ થી કોલેજ સુધી પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરાશે. સમાજના અન્ય ક્ષેત્રે સરકારી નોકરી તબીબ,વકીલ,એન્જિનિયરિંગ જેવી પદવી પ્રાપ્ત કરનાર તેમ જ રમતગમત ક્ષેત્રે નંબર પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓનું પણ સન્માન કરાશે.
કુલ 130 જેટલા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.જેઓને સન્માનિત કરાશે.કાર્યક્રમમાં સહયોગ આપનાર દાતાઓનું પણ સન્માન કરાશે. 15 ઓગસ્ટે સમાજના આગેવાન સ્વ:નારણભાઈ કલાલની પુણ્યતિથિ હોવાથી પુષ્પાંજલિ અર્પણ કરાશે.સ્વતંત્ર દિવસ નિમિત્તે દેશભક્તિના ગીતો સાથે સંગીતમય કાર્યક્રમ યોજાશે.