બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના માધવાની પ્રસુતાને સુખસર 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ સફળતાપૂર્વક રસ્તામાં ડીલવરી કરાવી*
*સુખસર 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા પ્રસુતાને ફતેપુરા સી.એચ.સી માં લઈ જતા રસ્તામાં ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી*
સુખસર,તા.7
દાહોદ જિલ્લા સહિત ફતેપુરા તાલુકામાં 108 એમ્બ્યુલન્સની વિવિધ પ્રકારના દર્દીઓ,આકસ્મિક દર્દીઓ સહિત પ્રસુતા બહેનોને સમયસર સારવાર માટે ખસેડવા એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.અને આ સેવાથી અનેક લોકોને જીવત દાન મળ્યું હોવાના જોવા અને જાણવા અને સાંભળવા મળે છે.
તેવી જ રીતે બુધવારના રોજ રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં માધવા તા. ફતેપુરા ગામની 26 વર્ષીય મહિલાને અચાનક ડીલેવરીનો દુઃખાવો ઉપાડતાં ની સાથે મહિલાના પતિએ 108 ની મદદ માંગી હતી.આઇ.એફ.ટી.સી.એચ.સી સુખસર લોકેશનની 108 એમ્બ્યુલન્સ તરત જ કેસ મળતાની સાથે જ 108 ના કર્મચારી ઇ.એમ.ટી ઉર્વશીબેન સોલંકી અને પાયલોટ સુનીલભાઇ સ્થળ ઉપર જવા માટે રવાના થયા હતા. કોલરનો કોન્ટેક્ટ ન થયો હોવા છતા લગભગ દસ થી પંદર મિનિટમાં એમ્બ્યુલન્સ સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને પ્રસૂતા માતાને લઈને ફતેપુરા સરકારી હોસ્પિટલમાં જવા રવાના થયા હતા. પરંતુરસ્તા માંજ પ્રસુતા બહેનને અચાનક ડીલેવરીનો દુઃખાવો ઉપડતા રસ્તા માં પ્રસુતા ની ડીલેવરી કરાવવા ની ફરજ પડી હતી.તેથી પાયલોટ સુનિલભાઈએ તરત જ રસ્તામાં એમ્બ્યુલન્સને સાઈડ માં થોભાવી હતી.ઇ.એમ.ટી ઉર્વશીબેન સોલંકીએ 108 માં પ્રસ્રુતા માતાની રસ્તાની સાઈડમાં અમ્બ્યુલન્સ માં ડીલીવરી કરાવી હતી.અને ફિઝિશ્યન ડોક્ટર કુરેશીને પ્રસૂતાની પરિસ્થિતિ અંગે ની માહિતી આપી હતી.108 ફિઝિશ્યન ડૉક્ટર ખુરેસીના માર્ગદર્શન થી અનેઇ.એમ.ટી ઉર્વશીબેન સોલંકી ની સુઝબુઝથી
ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જરૂરી ટ્રિટમેન્ટ આપી નજીકની સી.એચ.સી ફતેપુરા હોસ્પિટલમા ખસેડ્યા હતાં જ્યાં માતા તથા નવજાતની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળે છે.
પ્રસુતાના પરિવાર દ્વારા 108 માં પ્રસુતાને સહી સલામત ડીલેવરી કરાવતા એમ્બ્યુલન્સના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.