Wednesday, 15/10/2025
Dark Mode

સંજેલીના પંચાયત તંત્ર ની નિષ્કાળજીની સામે નાગરિકોમાં રોષ: કૂવાના પાણીમાં દવાનો છટકાવનો અભાવ 1 વર્ષ અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા કુવાના પાણીનો રિપોર્ટ કરતા પાણી પીવા લાયક નથી તેવો રિપોર્ટ સામે આવ્યો હતો,

August 6, 2025
        1602
સંજેલીના પંચાયત તંત્ર ની નિષ્કાળજીની સામે નાગરિકોમાં રોષ: કૂવાના પાણીમાં દવાનો છટકાવનો અભાવ  1 વર્ષ અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા કુવાના પાણીનો રિપોર્ટ કરતા પાણી પીવા લાયક નથી તેવો રિપોર્ટ સામે આવ્યો હતો,

સંજેલી :-  મહેન્દ્ર ચારેલ…

સંજેલીના પંચાયત તંત્ર ની નિષ્કાળજીની સામે નાગરિકોમાં રોષ: કૂવાના પાણીમાં દવાનો છટકાવનો અભાવ

1 વર્ષ અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા કુવાના પાણીનો રિપોર્ટ કરતા પાણી પીવા લાયક નથી તેવો રિપોર્ટ સામે આવ્યો હતો,

નગરની પ્રજા ગંદકી અને દુર્ગંધને લઈ ભારે મુશ્કેલી વેઠી રહી છે: તંત્રનું સૂચક મૌન.

સંજેલી નગરની પ્રજા ત્રસ્ટ અને પંચાયતના અધિકારીઓ મસ્ત? તંત્ર રોગચાળાને આમંત્રણ આપતું હોય તેમ જોવાઈ રહીયુ..

સંજેલી મહેન્દ્ર ચારેલ…

સંજેલી નગરમાં ધબધબતી ગંદકી અને પીવા માટે કૂવામાં વપરાતું પાણીમાં દવાનો છટકાવ કરવામાં પંચાયત તંત્રને કોઈ રસ નથી કે પછી ગ્રાન્ટ નથી? જેવા સંજેલી તાલુકામાં ચારેકોર ચર્ચાનો વિષય બનવા પામ્યો..

 

સંજેલી નગરના ગ્રામજનોએ પાણી,ગટર, લાઈટ, સ્વચ્છતા સહિતની ઢગલાબંધ રજૂઆતનો રાફડો ફાટ્યો છતાં કાર્યવાહી સુન્ય જોવાઈ રહી છે.લોકોના પ્રશ્નો દૂર થશે કે નઈ?હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે પંચાયતની ગટરો જામ થતા નદીની જેમ ઓવર થઈ છલકાઇ રહી છે.જ્યાં જુએ ત્યાં ગટરનું ગંદુ દુર્ગંધ મારતું કાદવ કિચડવાળું પાણી રોડ પર વહેતા અવર-જવર કરતા બાળકો અને વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને રોડ પરથી પસાર થવું માથાનો દુખાવો સમાન બન્યું..

 

સંજેલી પંચાયતનો વહીવટ ખાડે ગયો હોય તેમ જોવાય રહ્યું છે વહીવટી તંત્ર વેરો તો ઉઘરાવે છે પરંતુ નગરની સુવિધા આપવાને બદલે દુવિધા આપવાનું કામ કરી રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે.સંજેલી નગરમાં ત્રણ જેટલા કુવા આવેલા છે જેમાં સંજેલી નગરમાં પિવાના પાણી માટે કનેક્શન આપવામાં આવેલા છે પરંતુ કુવામાં કોઈપણ જાતની દવાનો છટકાવ સહિત સાફ સફાઈ કરવામાં આવતી નથી. તંત્રને નગરજનો પાસેથી ફક્ત વેરો ઉઘરાવવાનો રસ હોય તેમ લાગી રહીયુ છે.. આરોગ્ય વિભાગ દ્વારા એક વર્ષ અગાઉ તળાવ પર આવેલા કુવાનું પાણી નો રિપોર્ટ કરતા પાણીનો રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ ચોકી ઉઠ્યા અને પંચાયતમાં ગ્રામ સભામાં આરોગ્ય વિભાગ દ્વારા રિપોર્ટ આપી જણાવ્યું કે પાણી પીવા લાયક નથી છતાં તંત્ર દ્વારા આ વાત ને ધ્યાનમાં લેવામાં ના આવ્યું.. હાલ સંજેલી નગરમાં જ્યાં જુએ ત્યાં ગંદકી જોવાઈ રહી છે માંડલી રોડ પર ગંદકી નો ઢગલો દુર્ગંધ મારતો જોવાઈ રહ્યો છે સંજેલી પોલીસ સ્ટેશન આગળ કાદવ કિચન થી ભરપુર ગંદકીનું પાણી વહી રહીયુ છે. ઠેર ઠેર સ્વચ્છતા અભાવના ધજાગરા ઉડી રહ્યા છે પરંતુ પંચાયત તંત્ર દ્વારા દવાનો છટકાવ કેમ કરવામાં નથી કે પછી તંત્ર મોટો કોઈ રોગચાળો ફેલાઈ જવાની રાહ જોઈ રહી હોય તેમ જોવાઈ રહ્યું છે. આ બાબતે અનેકવાર ગ્રામસભામાં પ્રશ્ન ઉસળ્યો છતાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવી હવે તો લોકોને તંત્ર પરથી વિશ્વાસ પણ ઉડી ગયો હોય તેમ જોવા રહ્યું છે કારણકે પાયાની સુવિધા ને લઈને રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ ન મળતા હવે લોકો સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવા મજબુર બન્યા.. નાના નાના પ્રશ્નો પણ આ પંચાયત તંત્ર ઉકેલી નથી શકતી અને અરજદારોને તાલુકા સ્વાગત અને જીલ્લા સ્વાગત માં ન્યાય માટે દોડવું પડે છે. અને સ્વાગત કાર્યક્રમમાં અનેકવાર તંત્રને ટકોર પણ કરવામાં આવે છે છતાં કામગીરીમાં નિષ્ફળ જોવાઈ રહ્યું છે..સ્થાનિક લેવલે કોઈ કામ થતું નથી જેથી અરજદારો પણ નારાજ જોવા મળી રહ્યા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!