બાબુ સોલંકી:- સુખસર
*ઝાલોદ તાલુકાના ફુલપુરા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની સુઝબુઝથી સગર્ભાએ પુત્રીને જન્મ આપ્યો*
*ગામડી ગામની પ્રસ્તુતાને 108 એમ્બ્યુલન્સમાં પ્રસવની પીડા ઉપડતાં એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી*
સુખસર,તા.5
ઝાલોદ તાલુકાના ગામડી કટારા ફળિયામાં રહેતી એક સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.જેથી ફૂલપરાની 108 એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ગામડી ગામે પહોંચતા સગર્ભાને પ્રસૂતિની વધુ પીડા હોવાથી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી.આ સગર્ભાએ 108 એમ્બ્યુલન્સમા પુત્રીને જન્મ આપ્યો હતો.
ઝાલોદ પંથકના ગામડી ગામે એક સગર્ભાને પ્રસૂતાની પીડા ઉપડતા 108ને જાણ કરી હતી.જેથી ફુલપરા લોકેશનની 108 ટીમ તાત્કાલિક ગામડી ગામે પહોંચી હતી.અને સગર્ભાને તપાસ કરતા અને 108 વાન માં અતિશય દુઃખાવો ઉપડતા 108 ટીમના ઈ.એમ.ટી. સતપાલસિંહ ડામોર અને પાયલોટ પ્રવીણ સંગાડા એ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો કુરેશીના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમ ની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી 108માં જ ડીલેવરી કરાવી હતી.અને પુત્રીનો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સી.એચ.સી ઝાલોદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અને પરિવારજનો એ 108 ની કામગીરીને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.
