આદિવાસી સમાજ ભવન બનાવવા સંજેલી મામલતદારને આવેદન આપી માંગ કરાઈ.. તંત્રની મીલી ભગત થી સંજેલીનું વાંચનાલય ભૂ માફિયા દ્વારા પચાવી પાડીયુ છતાં તંત્ર મૌન..

Editor Dahod Live
2 Min Read

સંજેલી :- મહેન્દ્ર ચારેલ…

આદિવાસી સમાજ ભવન બનાવવા સંજેલી મામલતદારને આવેદન આપી માંગ કરાઈ..

તંત્રની મીલી ભગત થી સંજેલીનું વાંચનાલય ભૂ માફિયા દ્વારા પચાવી પાડીયુ છતાં તંત્ર મૌન..

સંજેલી તા. ૫

સંજેલી તાલુકામાં સમસ્યાહી સમસ્યા અંધેરી નગરીને ગંડુ રાજા હોય તેમ જોવાય રહી છે. પંચાયત તંત્રની નિષ્કાળજીના કારણે વાંચનાલય 

ભુ માફિયા દ્વારા પચાવી પાડવામાં આવ્યું પરંતુ અધિકારીઓ આખ આડા કાન કરી રહ્યા હોય તેમ જોવા રહીયુ છે.. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે વંચિત રહેવાનો વારો આવ્યો..

આદિવાસી સમાજ ભવન બનાવવા આદિવાસી પરિવાર દ્વારા સંજેલી મામલતદારને આવેદન પાઠવ્યું. સંજેલી તાલુકો ભારતીય સંવિધાનની પાંચમી અનુસૂચિ હેઠળ આવે છે અને સંજેલી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે જેમાં અંદાજે 1.5 લાખ જેટલી આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે જેમાં 57 જેટલા ગામનો સમાવેશ થાય છે 97% આદિવાસી વસ્તી ધરાવે છે. તાલુકાના ગ્રામજનો વ્યાપાર અને વ્યવહાર કરવા માટે તાલુકા મથકે આવુ પડતું હોય છે અને આટલો મોટો સંજેલી તાલુકો હોવા છતાં તાલુકા મથકે સમાજ ઘર ન હોવાથી ભારે હાડમારી વેઠવાનો વારો જેથી કોઈપણ કાર્યક્રમ કરી શકતા નથી આદિવાસી સમાજનો વિકાસ થતો નથી કોઈ પણ સામાજિક કામ કરવા સંજેલી મથકે એકઠા થઈ શકતા નથી. આદિવાસી સમાજના બાળકોને પરીક્ષા લક્ષી તાલીમ કે સેમીનાર યોજી શકતા નથી જેથી આદિવાસી પરિવારના બાળકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આદિવાસી સમાજના યુવાનોની સંખ્યા ખૂબ જ બેરોજગારીથી વધી રહી છે આદિવાસી સમાજ વતી રજૂઆત કરી પ્રબળ માંગ કરવામાં આવી છે કે આ બાબત ગંભીર લઈ વિચારણા કરી સંજેલી તાલુકા મથકે જમીન ફાળવી આદિવાસી સમાજ ભવન બનાવા સંજેલી મામલતદારને આદિવાસી પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી..

Share This Article