
સંજેલી :- મહેન્દ્ર ચારેલ…
સંજેલીમાં નવીન કોલેજની જમીન ફાળવવા તેમજ બાંધકામ કરવા TDOને રજૂઆત..
તાલુકાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સિંગવડ ઝાલોદ,સંતરામપુર, દાહોદ સહિત અભ્યાસ કરવા મજબૂર..
તાત્કાલિક કોલેજની જમીન ફાળવી બાંધકામ થાય તે માટે આદિવાસી પરિવાર દ્વારા ઉગ્રમાંગ..
સંજેલી તા. ૫
સંજેલી તાલુકો 57 જેટલા ગામો ધરાવતો આદિવાસી બહુલ્યો ધરાવતો તાલુકો છે. સંજેલી તાલુકો મથકે સરકારી કોલેજના અભાવના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે દાહોદ, સિંગવડ,ઝાલોદ સંતરામપુર સહિત ગામોમાં દૂર દૂર સુધી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે.. સંજેલી તાલુકામાં હાલજ નવીન સરકારી કોલેજ અને વાણિજ્ય કોલેજની મંજૂરી મળી છે તો વહેલી તકે જમીન ફાળવણી કરવામાં આવે અને તાત્કાલિક બાંધકામ કરવામાં આવે જેવી આદિવાસી પરિવાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી કુણાલ ડામોર ને આવેદન આપી માંગ કરવામાં આવી.. અને આવેદનમાં વધુ જણાવ્યું હતું કે સંજેલી તાલુકામાં નવી સરકારી અને વાણિજ્ય કોલેજની મંજૂર થઈ હોય તો આ નવીન કોલેજ હાલ કોઈ સરકારી બિલ્ડીંગ મળેલ નથી તો આ કોલેજની જમીન ફાળવી તાત્કાલિક ધોરણે નવી બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવે જેથી સંજેલી વિસ્તારના વિદ્યાર્થીઓને દૂર દૂર સુધી કોલેજ કરવા જવું ના પડે તાલુકામાં જ કોલેજ હોય તો વિદ્યાર્થીઓને સારું અને નજીક જ શિક્ષણ મળી રહે અને વિદ્યાર્થીઓને પોતાના તાલુકામાં શિક્ષણ મળી રહે તેમ જણાવ્યું હતું અને કોલેજ હાલ ક્યાં ચાલુ છે તેના વિશે પણ સંજેલી તાલુકાની જનતા અજાણ છે તેના વહીવટ કરતા કોણ છે તે પણ લોકો સમક્ષ જાહેર કરવામાં આવે તેમ આદિવાસી પરિવાર દ્વારા માંગ કરાઈ.