Thursday, 31/07/2025
Dark Mode

*ફતેપુરા તાલુકાના સુખસર પોસ્ટ ઓફિસ કાર્યાલયને પોતાના મકાનના અભાવે વર્ષોથી મુશ્કેલી ભોગવતા સ્ટાફ કર્મચારીઓ*

July 30, 2025
        126
*ફતેપુરા તાલુકાના સુખસર પોસ્ટ ઓફિસ કાર્યાલયને પોતાના મકાનના અભાવે વર્ષોથી મુશ્કેલી ભોગવતા સ્ટાફ કર્મચારીઓ*

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકાના સુખસર પોસ્ટ ઓફિસ કાર્યાલયને પોતાના મકાનના અભાવે વર્ષોથી મુશ્કેલી ભોગવતા સ્ટાફ કર્મચારીઓ*

*સુખસર પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા વર્ષોથી પોસ્ટ ઓફિસના પોતાના મકાન માટે રજૂઆતો છતાં આંખ આડા કાન કરતાં જવાબદાર અધિકારીઓ?*

 સુખસર,તા.29*ફતેપુરા તાલુકાના સુખસર પોસ્ટ ઓફિસ કાર્યાલયને પોતાના મકાનના અભાવે વર્ષોથી મુશ્કેલી ભોગવતા સ્ટાફ કર્મચારીઓ*

  કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર લેવલના સરકારી સાહસો માટે કરોડો અબજો રૂપિયા ખર્ચ કરી જે-તે કાર્યાલયનું સંચાલન કરવામાં આવે છે.જેમાં કેન્દ્ર સરકાર સંચાલિત કેટલાક કાર્યાલયો ની હાલત બદતર હોવાનું જોવા અને જાણવા મળે છે.અને જે બાબતે જે-તે કાર્યાલયના જવાબદારો દ્વારા અનેકવાર ઉપલી કક્ષાએ રજૂઆતો કરવા તેમજ ઉચ્ચ અધિકારીઓ માહિતગાર હોવા છતાં આંખ આડા કાન કરી કોઈ સુધાર લાવવા માંગતા ન હોય તેવી ના છૂટકે વિકટ પરિસ્થિતિમાં કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હોવાનું જોવા મળે છે.તેવી જ પરિસ્થિતિ ફતેપુરા તાલુકાના સુખસર પોસ્ટ ઓફિસ કાર્યાલયની સ્થિતિ જોતા જણાઈ આવે છે.

  *ફતેપુરા તાલુકાના સુખસર પોસ્ટ ઓફિસ કાર્યાલયને પોતાના મકાનના અભાવે વર્ષોથી મુશ્કેલી ભોગવતા સ્ટાફ કર્મચારીઓ*     જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ પોસ્ટ ઓફિસ સલગ્ન ગ્રામ્ય વિસ્તારની 14 જેટલી પોસ્ટ ઓફિસ આવેલી છે.અને આ તમામ પોસ્ટ ઓફિસની કામગીરી ખાસ કરીને સુખસર પોસ્ટ ઓફિસ ખાતે કરવામાં આવે છે.ત્યારે અગાઉ વર્ષો સુધી પોસ્ટ ઓફિસની કામગીરી એક ખંડેર જેવા મકાનમાં ચલાવાઇ રહી હતી.પરંતુ ચોમાસા જેવા સમયે પોસ્ટ ઓફિસના કાર્યાલયમાં વરસાદી પાણી પડતા ફર્નિચર તથા ડોક્યુમેન્ટ સહિત આવતી જતી ટપાલને નુકસાન થઈ રહ્યું હતું. જેના લીધે બાજુમાં જ આવેલ સુખસર માર્કેટયાર્ડના ભાડાના મકાનમાં પોસ્ટ ઓફિસની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.અને આ મકાનમાં પણ પોસ્ટ ખાતાના જવાબદારો તથા માર્કેટયાર્ડના જવાબદારો વચ્ચે મકાન ભાડા બાબતે સમયસર લેવડ-દેવડ બાબતે અનેકવાર મૌખિક વાદવિવાદ પણ થઈ ચૂકેલા છે.જોકે આ પોસ્ટ ઓફિસ માર્કેટ યાર્ડમાં છેવાડે આવેલ હોય થોડા મહિનાઓ અગાઉ કાર્યાલયના સમય બાદ કોઈક લોકોએ પોસ્ટ ઓફિસના તાળાં તોડી ફર્નિચર કોમ્પ્યુટર વગેરે બહાર ફેંકી જવાનો બનાવ પણ બની ચૂકેલો છે.તેમજ હાલમાં આ કાર્યાલયમાં સીલીંગથી પાણી ઉતરતું હોય ફર્નિચર,કોમ્પ્યુટર તથા ટપાલોને નુકસાન થાય તેવી સ્થિતિ પણ નજરે જોતા જણાઈ આવે છે.સુખસર પોસ્ટ ઓફિસના કર્મચારીઓની કામગીરી પ્રશંસનીય જણાય છે.પરંતુ કાર્યાલયના વ્યવસ્થિત મકાનના અભાવે કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.

    *ફતેપુરા તાલુકાના સુખસર પોસ્ટ ઓફિસ કાર્યાલયને પોતાના મકાનના અભાવે વર્ષોથી મુશ્કેલી ભોગવતા સ્ટાફ કર્મચારીઓ*    ઉપરોક્ત બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા સ્થાપના કર્મચારીઓને પડતી મુશ્કેલી બાબતે ધ્યાન આપી યોગ્ય જગ્યાએ પોસ્ટ ઓફિસની કામગીરી કરવામાં આવે તેવી સ્ટાફ કર્મચારીઓ સહિત પોસ્ટના ગ્રાહકો દ્વારા માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!