
બાબુ સોલંકી :- સુખસર
*નુતન વિદ્યાલય સુખસર ખાતે લોકશાહી ઢબે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ*
સુખસર ta. 20
*ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ નૂતન વિદ્યાલય સુખસર ખાતે 19 જુલાઈ 25 ના રોજ શાળાના આચાર્ય કમલેશભાઈ કલાલ ની અધ્યક્ષતામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર,માધ્યમિક વિભાગના સુપરવાઇઝર તેમજ પ્રાથમિક વિભાગના આચાર્યા ના ઓના નેતૃત્વ હેઠળ લોકશાહી ઢબે શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં વિદ્યાર્થીઓમાંથી જ જી.એસ,એલ.આર,વર્ગ પ્રતિનિધિ અને મોનિટરને વિદ્યાર્થીઓએ મત આપી વિજેતા બનાવ્યા હતા.વિજેતા થયેલા ઉમેદવારોને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.