
રાજેશ વસાવે :- દાહોદ
ગંભીરા ઓવરબ્રિજની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સજાગ બન્યું,
દાહોદ જિલ્લાના ત્રણ જર્જરીત પુલ ભારે વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાયા, ટ્રાફિક ડાયવર્ટ કરાયું ..
દાહોદ તા.૧૮
વડોદરાના પાદરા નજીક મહીસાગર નદી પર બનેલા ગંભીરા બ્રીજ અકસ્માતમાં 20 લોકોનો ભોગ લેવાયો હતો જે બાદ જૂનાગઢ પાસે પણ એક જર્જરિત પુલ ધરાશય થતા રાજ્ય સરકાર દ્રારા સલામતિના ભાગરૂપે ગુજરાતના તમામ પુલોની ફિટનેશ ચેક કરવા માટે આદેશો આપ્યા હતા જે બાદ દાહોદ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્રારા જુના નવા તમામ પુલોની નિરીક્ષણ હાથ ધરવામાં અવાયું હતું.
જેમાં ત્રણ જેટલા પુલો ખંડેર અવસ્તામાં હોવાનું સામે આવતા તંત્ર દ્રારા આ ત્રણેય પુલો ઉપરથી ભારે વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે એટલુંજ નહિ આ પુલો ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમજ તાત્કાલિક ધોરણે આ બ્રિજોની સમારકામ પણ હાથ ધર્યું હોવાનું સામે આવ્યું છે
વહીવટી તંત્ર દ્રારા બંધ કરાયેલા ત્રણ પુલોમાં દેવગઢ બારીયા તાલુકામાં દુધિયા થી લવારીયા ને જોડતો ઉજ્જવલ નદી પર બનાવેલો પુલ બંધ કરવામાં આવ્યો છે આ પુલ દુધિયા લવારીયા માળું કાટુ ઘોઘંબા ને જોડતો હતો આ બ્રિજમાં મોટા ખાડા તેમજ સળિયા દેખાતા બ્રીજના પિલ્લરોમાં તિરાડ જોવાતા આ પુલ સલામતીની દ્રષ્ટિએ બંધ કરવામાં આવ્યો છે તેવીજ રીતે સીંગવડ તાલુકાના ચૂંદડી ગામ નજીક કબૂતરી ડેમનો જૂનો પુલ પણ માર્ગ અને મકાન વિભાગની તપાસમાં જર્જરિત હોવાનું સામે આવતા બંધ કરવામાં આવ્યો છે આ પુલના સ્લેબમાં ખામી જણાતા સુરક્ષામાં કોઈ ચૂક ના થાય તે માટે ભારે વાહનો માટે બંધ કરી વૈલ્પિક માર્ગ અને ડ્રાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે આ પુલ ચૂંદડી વાળાગોટા મોરવા સંતરામપુર ગોધરા અને અમદાવાદ ને જોડતા હતો ત્યારબાદ આજરોજ લીમખેડા નગરમા આવેલાં હડફ નદીનો પુલ પણ તપાસમાં જર્જરિત અને ભારે વાહનો માટે યોગ્ય ન હોવાનું સામે આવતા આ પુલ પણ સલામતીની દ્રષ્ટિએ બંધ કરવામાં આવ્યો છે તેમજ વાહન ચાલકોને અવર જવર માટે વટેડા થઈ નેશનલ હાઈવે તરફ ડ્રાઈવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે આ ત્રણ બ્રીજ સહીત દાહોદના ડુંગરપુર ગામે આવેલો બ્રીજ તેમજ ગરબાડા તાલુકાના દાદુર પાસે આવેલો ખરાડ નદીનો પુલ પણ ભારે વાહનો માટે અવર જવર માટે યોગ્ય નથી કારણ કે આ બન્ને પુલો ના પિલ્લરો ધોવાય ગયા છે બ્રીજના સળિયા દેખાઈ છે માટે આ બન્ને બ્રીજ ઉપર જો ભારે વાહનો પ્રતિબંધિત કરવામાં ન આવેતો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેવી આશઁકાઓ સર્જાય રહી છે લોકોનો હિત સચવાય તે માટે અનિવાર્ય બન્યું છે