
સંજેલી :- મહેન્દ્ર ચારેલ…
સંજેલી જામજોધપુર એસટી બસ નો સમય ફેરફાર કરતાં મુસાફરો અટવાયા..
જામનગર ડેપો ની બસ જુના ટાઈમ પ્રમાણે રાખવા ડેપો મેનેજરને પંચાયતના લેટરપેડ પર રજૂઆત કરાઈ..
ગુજરાત એસટી બસ 6 કલાકને બદલે 3:45 ઉપડી જતા મુસાફરોને ભારે હાડમારી..
સંજેલી તા. ૧૯
સંજેલી બસ સ્ટેન્ડ ખાતેથી સંજેલી જામજોધપુર એસટી બસ નો ટાઈમ સાંજના છ કલાકે હતો પરંતુ ગુજરાત એસટી વિભાગ દ્વારા છેલ્લા એકાદ મહિનાથી સદર બસનો સમય પત્રકમાં ફેરફાર કરી દેવાતા મુસાફરોને ભારે હાડ મારી વેઠવાનો વારો આવ્યો છે. એસટી બસ નો છ વાગ્યાનો ટાઈમ હતો અને એસટી વિભાગ દ્વારા 3:45 નો સમય કરી દેવાતા સંજેલી તાલુકા શહીદ ગ્રામ્ય વિસ્તારના આદિવાસી ગરીબ પ્રજાને ભારે હાલાકિ વેઠવાનો વારો આવ્યો છે.. સંજેલી તાલુકા ની ગરીબ આદિવાસી પ્રજાને મજૂરી અર્થે બહારગામ જવાથી ભારે મુશ્કેલીઓ સામનો કરવાનો વારો આવ્યો છે.સંજેલી જામનગર તેમજ સંજેલી વિસાવદર એક સાથે બે બસ સ્ટેન્ડમાંથી ઉપડતી હોય છે જેના કારણે એસટી બસના ખોટના ધંધા ખાવા પડતા હોય છે જેથી સંજેલી જામજોધપુર બસ સમય ફેરફાર કરી તેના જુના સમય પત્રક મુજબ 6 વાગ્યે ઉપાડવામાં આવે તેવી સંજેલી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોની માં ઉઠવા પામી છે..
ડેપો મેનેજર જામજોધપુર..
સંજેલી જામજોધપુર ST બસ નો ટાઈમિંગમાં ફેરફાર થયો છે જેથી 3. 45 કલાકે ઉપડે છે સમય ફેરફાર કરવા માટે પંચાયતનો લેટરપેડ આજે મને મળ્યો છે. જુના ટાઈમમાં કરાવવા ડિવિઝન ઓફિસ જામનગર મોકલી આપ્યો છે..