Wednesday, 30/07/2025
Dark Mode

દાહોદ જિલ્લા પંચાયતની ભારે ગરમાગરમી વચ્ચે યોજાયેલી સામાન્ય સભામાં હોબાળો: ડેપ્યુટી DDO ની બદલીની માંગ સાથે ભાજપના સભ્યોનું વોકકાઉટ  મનરેગા અને 15મા નાણાંપંચના કામો સહિતના મુદ્દે અધિકારીઓના મનસ્વી વહીવટના આક્ષેપો 

July 18, 2025
        1424

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લા પંચાયતની ભારે ગરમાગરમી વચ્ચે યોજાયેલી સામાન્ય સભામાં હોબાળો: ડેપ્યુટી DDO ની બદલીની માંગ સાથે ભાજપના સભ્યોનું વોકકાઉટ 

મનરેગા અને 15મા નાણાંપંચના કામો સહિતના મુદ્દે અધિકારીઓના મનસ્વી વહીવટના આક્ષેપો 

નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બદલીની માંગ સાથેના નારાઓ સાથે જિલ્લા પંચાયત ગુંજી..

દાહોદ તા.17

દાહોદ જિલ્લા પંચાયતની ભારે ગરમાગરમી વચ્ચે યોજાયેલી સામાન્ય સભામાં હોબાળો: ડેપ્યુટી DDO ની બદલીની માંગ સાથે ભાજપના સભ્યોનું વોકકાઉટ  મનરેગા અને 15મા નાણાંપંચના કામો સહિતના મુદ્દે અધિકારીઓના મનસ્વી વહીવટના આક્ષેપો 

દાહોદ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભા મારે ગરમા ગરમી વચ્ચે યોજાઈ હતી. જોકે આ પૂર્વે સામાન્ય સભા તોફાની અને હોબાળા વચ્ચે યોજાશેની અંધેસાઓ સાથે તમામ સભ્યોની હાજરીમાં બંધ બારણે સામાન્ય સભા યોજવામાં આવી હતી. જમા સભ્યો દ્વારા પ્રમુખ મુદ્દાઓ પર ઉગ્ર રજૂઆતો સાથે એક પછી એક ગંભીર પ્રકારના આક્ષેપો કરતા સામાન્ય સભામાં ગરમાવો જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા મનરેગા યોજનામાં 4300 જેટલા કુવા મંજૂર કર્યા કર્યા છે જે પૈકી 3300 કૂવાના કામો શરૂ થઈ ગયા છે પરંતુ આ કામોમાં જિલ્લા પંચાયતના સભ્યોને માહિતી ન આપતા હોવાના આક્ષેપો તેમજ સરકારી યોજના માં સભ્યોના અભિપ્રાય વગર મંજૂરી આપતા હોવાના આક્ષેપો સાથે ભારે આક્રોશિત જોવા મળ્યા હતા. એટલું જ નહીં ઉપરાંત વર્ષ 2021થી 2024 દરમિયાન 15મા નાણાંપંચ હેઠળના અનેક કામો અધૂરા હોવાથી વિકાસકાર્ય અટકી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. અધુરામાં પૂરું સરકારી ધારા ધોરણ અલગ મનસ્વી રીતે ચેક લિસ્ટ બહાર પાડી બિલો પાસ થવા અંગે તંત્ર દ્વારા બનવાની કરતા હોવાના આક્ષેપો થયા હતા. આ સિવાય હજુ સુધી પૂર્ણ ન થતા વિકાસ કાર્ય અટવાઈ ગયાનું ધ્યાન દોરવામાં આવ્યુ હતું. ગત બોર્ડની સામાન્ય સભાના પ્રોસિટિંગ હજી સુધી મંજુર કર્યો ન હોવાનું પણ સામે આવ્યું હતું. જે બાત સભ્યોએ ડેપ્યુટી DDO વી.એસ. બામરોલિયાની તાત્કાલિક બદલીની માંગ સાથે સામાન્ય સભામાં દરખાસ્ત કરવામાં આવી હતી. અને તેઓની બદલીની માંગ સાથે ભાજપના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું. અને જિલ્લા પંચાયતના ગેટ ઉપર ભેગા થઈ ડેપ્યુટી DDO ના બદલીના નારાઓ પણ લાગ્યા હતા. નોંધનીય બાબત છે.

દાહોદ જિલ્લા પંચાયતની ભારે ગરમાગરમી વચ્ચે યોજાયેલી સામાન્ય સભામાં હોબાળો: ડેપ્યુટી DDO ની બદલીની માંગ સાથે ભાજપના સભ્યોનું વોકકાઉટ  મનરેગા અને 15મા નાણાંપંચના કામો સહિતના મુદ્દે અધિકારીઓના મનસ્વી વહીવટના આક્ષેપો 

કે જિલ્લા પંચાયતના સભ્યો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા આંતરિક ગજગ્રાહ અને આંતરિક વહીવટ સામે ભારે વિરોધ આગામી સમયમાં કેવું રૂપ લે છે તે જવું રહ્યું પરંતુ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!