Wednesday, 30/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના બલૈયાનો ધંધાર્થે ગાંધીનગર ગયેલો 32 વર્ષીય યુવાન એક વર્ષથી ગુમ થતાં પરિવારજનો ચિંતિત* *બલૈયાનો ગુમ યુવાન ગાંધીનગરના રાયસણમાં આવેલ સાર્થક હેવન સોસાયટીમાં રહી શેર બજારનું કામ કરતો હતો*

July 17, 2025
        1727
ફતેપુરા તાલુકાના બલૈયાનો ધંધાર્થે ગાંધીનગર ગયેલો 32 વર્ષીય યુવાન એક વર્ષથી ગુમ થતાં પરિવારજનો ચિંતિત*  *બલૈયાનો ગુમ યુવાન ગાંધીનગરના રાયસણમાં આવેલ સાર્થક હેવન સોસાયટીમાં રહી શેર બજારનું કામ કરતો હતો*

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકાના બલૈયાનો ધંધાર્થે ગાંધીનગર ગયેલો 32 વર્ષીય યુવાન એક વર્ષથી ગુમ થતાં પરિવારજનો ચિંતિત*

*બલૈયાનો ગુમ યુવાન ગાંધીનગરના રાયસણમાં આવેલ સાર્થક હેવન સોસાયટીમાં રહી શેર બજારનું કામ કરતો હતો*

*ગુમ યુવાનની ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ નોધ કરવામાં આવેલ છે*

સુખસર,તા.16

ફતેપુરા તાલુકાના બલૈયા થી ધંધાર્થે ગાંધીનગર ગયેલો 32 વર્ષીય યુવાન ગત એક વર્ષ અગાઉ શેરબજારની કામગીરી કરવા માટે ગયેલ હતો જે ગાંધીનગરથી શંકાસ્પદ રીતે ગુમ થતા તેની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો નહીં મળતા તેની ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે જાણ કરવામાં આવેલ છે.પરંતુ એક વર્ષ જેટલો સમય થવા છતાં તેનો કોઈ પત્તો નહીં મળતા પરિવારજનો ચિંતિત બન્યા હોવાનું જાણવા મળે છે.

       જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે રહેતા સુમિતભાઈ હસમુખભાઈ કલાલ ઉંમર વર્ષ 32 એક વર્ષ અગાઉ ગાંધીનગર ના રાયસણ ખાતે આવેલ એ 801 સાર્થક હેવન,રાયસણ પેટ્રોલ પંપની બાજુમાં રાયસણ તાલુકો જીલ્લો ગાંધીનગર ખાતે રહેતા હતા.જેઓ ગાંધીનગરમાં શેર માર્કેટ ઓફિસ રાધે ટાઈમ્સ સ્કયેર ખાતે શેર બજારનો ધંધો કરતા હતા.તેઓ 6 ઓગસ્ટ 2024 ના રોજ બપોરના એક કલાકે સોસાયટીમાંથી નીકળ્યા બાદ પરત તેઓ તેમના રહેણાંક મકાન ઉપર આવ્યા ન હતા.જ્યારે તેમની શોધ ખોળ કરતા તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો.જેથી કોઈ સંપર્ક પણ થઈ શક્યો ન હતો.જેથી ગુમસુદા સુમિતભાઈ કલાલના સગા મધુરભાઈ નરેશભાઈ પટેલનાઓએ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે સુમિતભાઈ કલાલ ગુમ થયા હોવા બાબતે જાણ કરી હતી.જેથી પોલીસે જાણવા જોગ નોંધ લઈ તપાસ હાથ ધરી હતી.પરંતુ જાણ કર્યા ને એક વર્ષ જેટલો સમય થવા છતાં આજ દિન સુધી સુમિતભાઈ કલાલનો કોઈ પત્તો નહીં મળતા પરિવારજનોમાં ચિંતાના વાદળો ઘેરાયા હોવાનું જાણવા મળે છે.જોકે આજ દિન સુધી સુમિતભાઈની શોધખોળ ચાલુ છે પરંતુ તેઓનો કોઈ જ સંપર્ક થઈ શકતો નથી.જોકે સુમિતભાઈ કલાલ લગ્નના માત્ર બે માસ માંજ ગુમ થતા સાસરી પક્ષ પણ ચિંતિત બન્યો છે.અને છેલ્લા એક વર્ષથી પત્ની સહિત સાસરીયાઓ ગુમસુદા સુમિતભાઈ કલાલની શોધખોળ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

      ગુમસુદા સુમિતભાઈ હસમુખભાઈ કલાલ ગુમ થતા મધુર ભાઈ નરેશભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન તાલુકો જીલ્લો ગાંધીનગર ખાતે જાણવા જોગ નોંધ કરાવતા પોલીસ પણ તપાસ કરી રહી છે.અને પોલીસ દ્વારા જણાવાયું છે કે ગુમસુદા સુમિતભાઈ કલાલ ઉંમર વર્ષ 31,ઊંચાઈ 5.6 ઇંચ,હિન્દી તથા ગુજરાતી ભાષા જાણે છે.તેમજ શરીરે મધ્યમ બાંધાના,રંગે ઘઉંવર્ણ,મોઢુ ગોળ તેમજ નંબર વાળા ચશ્મા પહેરે છે.અને તેના જમણા હાથે કાંડા પાસે ઓમ નું ચિન્હ કોતરાવેલ છે.ઉપરોક્ત વર્ણન વાળા યુવાનનો જે કોઈને પત્તો મળે તેઓએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવાયું હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!