એક્સ આર્મીમેન તેમજ યુપી પોલીસમાં તેનાત કોન્સ્ટેબલની માનસિક અસ્થિર દીકરીનું. દાહોદમાં સખી વન સ્ટોપ અભયમ તેમજ પત્રકારોના સંયુક્ત પ્રયાસથી ઘરેથી ગુમ થયેલી દીકરીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યો 

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

એક્સ આર્મીમેન તેમજ યુપી પોલીસમાં તેનાત કોન્સ્ટેબલની માનસિક અસ્થિર દીકરીનું.

દાહોદમાં સખી વન સ્ટોપ અભયમ તેમજ પત્રકારોના સંયુક્ત પ્રયાસથી ઘરેથી ગુમ થયેલી દીકરીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યો 

દાહોદ તા.15

દાહોદમાં પત્રકારો તેમજ સખી વન સ્ટોપ તથા 181 અભયમના સંયુક્ત પ્રયાસોથી ઉત્તર પ્રદેશ પોલીસમાં કામ કરતી મહિલા પોલીસ કોન્સ્ટેબલની માનસિક રીતે અસ્વસ્થ પરંતુ સુશિક્ષિત દીકરીને સુરક્ષિત રીતે તેના ઘર સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. આ પ્રકરણમાં દીકરીને દાહોદ લેવા આવેલા પિતાએ સૌનો આભાર માન્યો હતો.

 

ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના મદનમોહન પોલીસ ચોકીમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલની MA થી ગ્રેજ્યુએટ થયેલી 25 વર્ષીય દીકરી એક વર્ષ પહેલાં માનસિક રીતે અસ્વસ્થ થતા પરિવારમાં કોઈને જાણ કર્યા વગર આ યુવતી 10 તારીખ સાતમી મેના રોજ આગ્રાથી બરોની બાંદ્રા અવધ એક્સપ્રેસમાં બેસી મુંબઈ તરફ નીકળી ગઈ હતી. રસ્તામાં સાંજના સમયે ટ્રેન દાહોદ આવતા આ યુવતી સ્ટેશન પર ઉતરી ગઈ હતી. અને આખી રાત સ્ટેશન પર વિતાવ્યા બાદ વહેલી સવારે બજારમાં આવતા જાગૃત પત્રકારની નજર આ યુવતી પર પડી હતી. પ્રારંભિક વાતચીતમાં ગભરાયેલી આ યુવતી કશું બોલવાની હાલતમાં ન હોવાથી જાગૃત પત્રકારે સખી વન સ્ટોપ અને અભયમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ યુવતી નું રેલ્વે સ્ટેશન પાસેથી રેસ્ક્યુ કરી સખી વન સ્ટોપ લઈ જવામાં આવ્યું હતું. જ્યાં કાઉન્સિલિંગ કરનાર ટીમ દ્વારા તબીબી સારવાર બાદ આ યુવતીના પરિવારની શોધખોળ આદરી હતી અને એક અઠવાડિયાની મહેનત બાદ યુવતીના માતા-પિતાનો સંપર્ક સંપર્ક કરી તેમને દાહોદ બોલાવ્યા હતા અને સુરક્ષિત રીતે સુપ્રત કરી હતી.

Share This Article