Monday, 14/07/2025
Dark Mode

સંજેલી તાલુકામાં GST વિભાગની ટીમે વેપારીને ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ… વેપારીઓને રાત્રે ટેક્સ વિભાગના અધિકારી દ્વારા ઉઠાયા હોવાની સંજેલી નગરમાં ચારે કોર ચર્ચા…

July 14, 2025
        76
સંજેલી તાલુકામાં GST વિભાગની ટીમે વેપારીને ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ…  વેપારીઓને રાત્રે ટેક્સ વિભાગના અધિકારી દ્વારા ઉઠાયા હોવાની સંજેલી નગરમાં ચારે કોર ચર્ચા…

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી તાલુકામાં GST વિભાગની ટીમે વેપારીને ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ…

વેપારીઓને રાત્રે ટેક્સ વિભાગના અધિકારી દ્વારા ઉઠાયા હોવાની સંજેલી નગરમાં ચારે કોર ચર્ચા…

12 થી 14 કલાક ટેક્ષ બાબતે તપાસનો ધમધમાટ ચાલીયો હોવાની ચકચાર ફેલાઇ..

સંજેલી તા. ૧૪

સંજેલી તાલુકામાં બરોડા અને ગાંધીનગરની ટીમો સંજેલી નગરમાં ફરતા લોકોમાં ફફડા ફેલાઈ જવા પામ્યો છે.. મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ ટેક્સ વિભાગના અધિકારીઓએ એક મોટા વેપારીને ત્યાં બપોરના 12:00 કલાકે તપાસનો ધામો નાખતા રાત્રિના બે વાગ્યા સુધી તપાસ નો ધમધમાટ ચાલુ હોવાનું જાણવા મળતા સંજેલી નગરમાં વેપારીઓમાં ભય નો માહોલ ફેલાઈ જવા પામ્યો. અને જ્યાં જુએ ત્યાં એક જ વાત વેપારીના દરોડો પડ્યો પરંતુ જીએસટી વિભાગ નો દરોડો પડ્યો કે પછી ઇન્કમટેક્સ નો દરોડો?કે પછી એજન્સી દ્વારા કૌભાંડ આચર્યું તેની તપાસ ટૂંક સમયમાં તપાસનો પડદા ફાસ્ટ થશે..

સંજેલીમાં ગત શુક્રવાર ના દિવસે ટેક્ષ વિભાગની ટીમ આવી હોવાની અને મોટાં ગજાના વેપારીને ત્યાં તપાસ થઈ હોવાની ચકચાર મચી જવા પામી છે. મોડી રાત્રિ સુધી તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો અને તપાસ ટીમે કાગળો, બીલો સહિતના રેકર્ડ મેળવી લીધા હોવાની સમગ્ર વિસ્તારમાં બૂમરાણ મચી છે.અને વેપારીને પણ ઉઠાવ્યા હોવાની ચર્ચા..આ વેપારી બાંધકામ સંબંધિત માલસામાનનો ખૂબ મોટા પ્રમાણમાં ખરીદ વેચાણ ધરાવતો હોવાનું સ્થાનિકોમાં ચર્ચા ફેલાઇ જતાં મામલો રસપ્રદ બનતો જાય છે. આ બાબતે વિગતો મેળવતાં તપાસ ટીમ બપોરે કારમાં આવી રાત્રિ સુધી એક જ જગ્યાએ રહી મોડી રાત્રે નિકળી ગઇ હોવાનું બજારનાં વર્તુંળોમાં ફેલાયું છે. દાહોદ જિલ્લાના સંજેલી નગર તાલુકામાં ગત શુક્રવાર ના દિવસે બપોરના સમયે અચાનક મોટાં વેપારીના સ્થળે તપાસ આવ્યાની ચકચાર એવી ફેલાઇ છે કે, મામલો હાઇ લેવલનો હોવાના દાવા થઈ રહ્યા છે. બાંધકામના વિવિધ સામાનનો વર્ષોથી મોટા ગજાનો વેપાર કરતાં વેપારીને ત્યાં તપાસ થઈ હોવાની અને સતત 12 થી 14 કલાક ટેક્ષ બાબતે તપાસ ચાલી હોવાની ચકચાર ફેલાઇ છે. આ વિષયે કેટલાક વેપારીઓમાં જીએસટી તો કેટલાક વેપારીઓમાં ઇન્કમટેક્સ તપાસ હોવાની તરેહતરેહની ચર્ચા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એવા તો કયા મોટા ગજાના વેપારી છે તે જાણતાં લોકો ત્યાં સુધી કહે છે કે, પંચાયત સહિતના કામોમાં પણ સદર વેપારીનો માલસામાન જાય છે. આટલુ જ નહિ એવી પણ ફરિયાદ થઇ છે કે, પંચાયતના કામોમાં જે બીલો ચૂકવાયા તેવા કામોની તપાસ માટે પણ અરજી થયેલી છે. આવી સ્થિતિમાં સરકારના હિતમાં આ બાબત ખૂબ અગત્યની બનતી જાય છે. ટેક્સ વિભાગના અધિકારીઓ ઝીણવત રીતે તપાસ કરવામાં આવશે તો મસ્ત મોટું કૌભાંડ નો પરદા ફાસ્ટ થશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!