
રાજેશ વસાવે :- દાહોદ
સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા આદિજાતી મંત્રી કુંવરજીભાઈ હળપતિ સમક્ષ આદિવાસી સમાજના ગરીબ વિદ્યાર્થીઓને મેડિકલમા પ્રવેશ માટે ભરવાની 11000 રૂપિયા ઘટાડવાની માંગ કરી.
નવસારી તા. ૭
આદિવાસી સમાજના ગરીબ વિદ્યાર્થીઓ માટે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે 11000 રૂપિયા ભરવાના થાય છે તે ગરીબ પ્રજા માટે ખુબ જ વધારે છે આથી સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા રાજ્યકક્ષા આદિજાતી મંત્રી કુંવરજીભાઈ હળપતિ સમક્ષ આ ફી ઘટાડીને 500-1000 ની આસપાસ જ કરી આપવાની માંગ કરી છે.હવે જોવાનું રહ્યું કે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ગરીબ આદિવાસી બાળકોના લાભાર્થે ફી ઘટાડવાની માંગને સ્વીકારે છે કે નહીં તે!