
રાજેશ વસાવે :- દાહોદ
*ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોરના અધ્યક્ષસ્થાને નગરાળા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો*
દાહોદ તા. ૫
દાહોદ જિલ્લામાં અત્યારે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ નગરાળા ખાતે ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોરના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ હેઠળ આંગણવાડી કેન્દ્રો ખાતે લાભાર્થી બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પોષણ અંગે જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ, જેમ કે, મમતા સેશન, THR (Take Home Ration)માંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવાની કાર્યશાળા, માતૃ અને શિશુ આરોગ્ય અંગે માર્ગદર્શન, માતા-પિતા અને વાલીઓ સાથે સંવાદ જેવા સેશન યોજવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો હેતુ બાળકના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય અને પોષણ ક્ષેત્રે લોક જાગૃતિ વધારવી એ હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી, આંગણવાડી બહેનો, લાભાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.
૦૦૦